<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

દશા સોરઠીયા વણિક નૂતન યુવક મંડળ દ્વારા બાલભવન ખાતે રવિવારે કેળવણી સમારંભ

તેજસ્‍વી વિદ્યાર્થીઓને ગિફટ વાઉચર, લેપટોપબેગ, ટિફીન સહિતની વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક નૂતન યુવક મંડળ દ્વારા ૬૧ મો કેળવણી સમારંભ તા. ૧૧ ના રવિવારે સાંજે ૪:૩૦ કલાકે બાલભવન ખાતે યોજાશે.

આ કેળવણી સમારંભમાં આશરે ૩પ૦ વિદ્યાર્થીઓને લેપટોપ બેગ, મિલ્‍ટન ટિફીન  વિ.તેમજ પાંચ હજારનું ગિફટ વાઉચર આપવામાં આવશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ હિતેશ હેમાણી, ઉપપ્રમુખ કમલેશ મલકાણ,મંત્રી નિતિન  શેઠ, સહમંત્રી સુરેશ ગગલાણી, ખજાનચી સંજય કાટકોટીયા, સંજય ધોળકીયા, આશિષ સાંગાણી, જયેશ મલકાણ, નિલ ગગલાણી, દિપક ઝવેરી, પરેશ ધોળકીયા,  ચંદ્રશેખર ધ્રુવ, હાર્દિક ગોટમીયા, હિરેન માધાણી જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:41 PM IST)