News of Friday, 9th January 2026
રાજકોટમાં આકાર પામી રહેલી ૩૮ માળની ગગનચુંબી ઇમારતના
પ્રોજેકટને પરબધામના પ.પૂ.કરશનદાસ બાપુના આર્શીવાદ

રાજકોટઃ સોૈરાષ્ટ્રની સોૈથી ઉંચી ૩૮ માળની ઇમારત રાજકોટના નવા ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર પરસાણા ચોકમાં આકાર પામી રહી છે. સરકારની ‘ટોલ બિલ્ડીંગ પોલીસી' અંતર્ગત સત ડેવલોપર્સ દ્વારા તેમના રેસીડેન્સીયલ કમ કોમર્શીયલ પ્રોજેકટ ‘સ્કાયલાઇન'નું નિર્માણ ચાલી રહયું છે. ગઇકાલે આ સાઇટની બરોબર સામે યોજાયેલા સમુહલગ્નમાં આર્શીવાદ આપવા પધારેલા પરબધામના પ.પૂ.સંત કરશનદાસબાપુએ સત ડેવલોપર્સના ધર્માનુરાગી બિલ્ડર મનસુખભાઇ ભીમાણીના આમંત્રણને સ્વીકારી સોૈરાષ્ટ્રની આન-બાન-શાન સમા પ્રોજેકટની સાઇટ ખાતે પધરામણી કરી હતી. આ પ્રસંગે મનસુખભાઇ ભીમાણી, કચ્છ યુનિવર્સીટીના પૂર્વ વાઇસ ચાન્સેલર સી.બી. જાડેજા અને ઉદ્યોગપતી મહીપતસિંહ ચુડાસમાને પ.પૂ.કરશનદાસબાપુએ આર્શીવાદ આપ્યા હતા અને નિર્માણકાર્યને શુભેચ્છા પાઠવી હતી ત્યારની તસ્વીર. ઉલ્લેખનીય છે કે, ૩૮ માળના આ પ્રોજેકટમાં ૧૩૬ આલીશાન રહેણાંક એકમો અને ૧૨ પ્રીમીયમ વાણિજ્યિક એકમોનો સમાવેશ થાય છે. આ પ્રોજેકટને ૪ વર્ષમાં પરિપૂર્ણ કરવાની સત ડેવલોપર્સની નેમ છે
(3:43 PM IST)










