News of Friday, 9th January 2026
ગુરુદેવ વિજયરાજહંસ સુરીશ્વરજી મહારાજ, શ્રી નુતન પન્યાસપ્રવર શ્રી મલયગીરીવિ.જયજી મ.સા. નું આગમન
પધારેલ ભાવિકો માટે નવકારશી યોજાઇ

રાજકોટઃ તા.૯, આજરોજ શ્રી કાલાવાડ રોડ શ્વે. મૂર્તિ. જૈન તપગચ્છ સંઘ શ્રી જય પારસધામના આંગણે શાસન સમ્રાટ સમુદાય ના -ગચ્છ નાયક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા ના - કળપાપાત્ર તત્વ ચિંતક શ્રી આચાર્ય પ્રદ્યુમન સુરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્ય ભગવંત જીત અને ગર્ભ સંસ્કરણ સંસ્થા ના પ્રણેતા શ્રી વિજય રાજહંસ સુરીશ્વરજી મહારાજા આદિ ઠાણા શ્રી નુતન પન્યાસપવર શ્રી મલયગીરીવિજયજી મ.સા.તથા શ્રમણ, શ્રમણીઓ પધારેલ. જેમનું સ્વાગત,સામૈયું, સવારે ૦૭:૩૦ કલાકે નિર્મળકોન્વર્ટ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન ની બાજુમાં વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ વ્યાખ્યાન, મંગલાચરણ અને પધારેલ ભાવિકોને નવકારસી કરાવવામાં આવેલ. તેમ શ્રી કાલાવડ રોડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ નાં મહેશભાઈ મણિયાર, વિપુલભાઈ દોશી(ૅમો.૯૨૨૮૭૬૫૬૮૮), નિતેશભાઈ શાહ ની યાદી જણાવે છે.
(3:46 PM IST)










