તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૬ શનિવાર
News of Friday, 9th January 2026
પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની રૂા. ૧૭ હજારની ફીરકી સાથે બે પકડાયા
આજી ડેમ પોલીસે વિવેકને અને બી ડીવીઝન પોલીસે જીજ્ઞેશને પકડી લઇ ૪૦ ફીરકી કબ્જે કરી

રાજકોટ તા. ૯ :.. શહેરના આજી ડેમ ચોકડી પાસે અને મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસેથી રૂા. ૧૭ હજારની ચાઇનીઝ દોરીની ફીરકી સાથે આજી ડેમ અને બી ડીવીઝન પોલીસે બે શખ્સોને પકડી લીધા હતાં.
મળતી વિગત મુજબ મકર સંક્રાંતિ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એસ. ડી. બારોટ સહિતે ચેકીંગ દરમ્યાન આજી ડેમ ચોકડી પાસે દરોડો પાડી રૂા. રરપ૦ ની કિંમતની ચાઇનીઝ દોરીની ૧પ ફીરકી સાથે વિવેક રાજેશભાઇ અઘોલા (ઉ.વ.ર૪) (રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. પ, ગોંડલ રોડ) ને પકડી લીધો હતો.
જયારે બીજા દરોડામાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. જગદીશભાઇ ધાંધલ સહિતના સ્ટાફે ચેકીંગ દરમ્યાન સેટેલાઇટ ચોક પાસે સ્વપ્નદિપ સોપાન એપાર્ટમેન્ટ નીચેથી રૂા. ૧પ૦૦૦ ની કિંમતની ચાઇનીઝ દોરીની રપ ફીરકી સાથે જીજ્ઞેશ ભરતભાઇ ઉમરાણીયા (ઉ.વ.૩ર) (રહે. સ્વપ્ન દીપ સોપાન એપાર્ટમેન્ટ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(4:16 PM IST)










