<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ભલે પધાર્યા નરેન્‍દ્રભાઈઃ રાજકોટની ધરા પર વિકાસપુરૂષનું વ્‍હાલભર્યું સ્‍વાગત

રાજકોટના કણ-કણમાં નરેન્‍દ્રભાઈ અને ક્ષણ-ક્ષણમાં વિકાસઃ રિજનલ સમિટના માધ્‍યમે સૌરાષ્ટ્રની પ્રગતિની રફતાર બની તેજઃ રાજુભાઈ ધ્રુવ : રાજકોટને મળ્‍યું વૈશ્વિક ફલક, મોદીજીના વિઝનથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં નવા પ્રાણઃ રાજકોટનો સાદ અને નરેન્‍દ્રભાઈનો નાદ એટલે અવિરત વિકાસઃ પાણીથી લઈ પ્‍લેન સુધીની સુવિધા આપી મોદીજીએ સૌરાષ્ટ્રને ન્‍યાલ કરી દીધું: વાઈબ્રન્‍ટ સમિટના માધ્‍યમે સૌરાષ્ટ્રની કાયાપલટ કરવા બદલ વિકાસપુરુષનો આભાર

રાજકોટઃ આઝાદીના અમૃત કાળમાં જ્‍યારે ભારત વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે, ત્‍યારે ભારતના યશસ્‍વી વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદી જ્‍યારે પોતાની કર્મભૂમિ અને જેમને તેઓ પોતાની રાજકીય પાઠશાળા ગણાવે છે તેવા રંગીલા રાજકોટના આંગણે પધારી રહ્યા છે, ત્‍યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં એક અનેરો ઉત્‍સાહ, ઉમંગ અને આનંદનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે. રાજકોટની ધરતી આજે પુલકિત છે, કારણ કે તેનો લાડકો દીકરો માદરે વતન આવી રહ્યા છે. આ ઐતિહાસિક અને ગૌરવવંતી ક્ષણે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્‍તા શ્રી રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાનશ્રીને આવકારતા હર્ષની લાગણી વ્‍યક્‍ત કરી છે અને રાજકોટના વિકાસમાં નરેન્‍દ્રભાઈના યોગદાનને સુવર્ણ અક્ષરે લખાયેલું પ્રકરણ ગણાવ્‍યું છે.

નરેન્‍દ્રભાઈ મોદી અને રાજકોટ વચ્‍ચેનો સંબંધ માત્ર નેતા અને પ્રજાનો નથી, પરંતુ એક પારિવારિક આત્‍મીયતાનો છે. આ એ જ રાજકોટ છે જેણે નરેન્‍દ્રભાઈને સૌપ્રથમ ધારાસભ્‍ય તરીકે ચૂંટીને ગાંધીનગર મોકલ્‍યા હતા અને ત્‍યાંથી દિલ્‍હી સુધીની તેમની સફરનો પાયો નાખ્‍યો હતો. રાજુભાઈ ધ્રુવ આ ઋણાનુબંધને યાદ કરતા જણાવે છે કે, નરેન્‍દ્રભાઈ હંમેશા કહે છે કે રાજકોટ એમની પાઠશાળા છે. એક વિદ્યાર્થી જેમ પોતાની શાળાને ક્‍યારેય ભૂલતો નથી, તેમ નરેન્‍દ્રભાઈએ પણ વડાપ્રધાન બન્‍યા પછી પણ રાજકોટ અને સૌરાષ્ટ્રની ચિતા કરવાનું ક્ષણવાર પણ છોડ્‍યું નથી. રાજકોટવાસીઓ માટે આ માત્ર એક મુલાકાત નથી, પણ એક ઉત્‍સવ છે.

વડાપ્રધાનશ્રીના સ્‍વાગતમાં શબ્‍દો ઓછા પડે તેવી લાગણી વ્‍યક્‍ત કરતા શ્રી રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું હતું કે, અગાઉ નરેન્‍દ્રભાઈએ સૌરાષ્ટ્રના વિકાસ માટે જે કામ કર્યા છે તે ન ભૂતો ન ભવિષ્‍યતિ સમાન છે. એક સમય હતો જ્‍યારે સૌરાષ્ટ્ર પાણી માટે વલખાં મારતું હતું, બહેનોને માથે બેડાં લઈને માઈલો દૂર જવું પડતું હતું. પરંતુ આધુનિક ભગીરથ સમા નરેન્‍દ્રભાઈએ સૌની યોજના થકી નર્મદાના નીરને સૌરાષ્ટ્રના ડેમોમાં ઠાલવીને સુકી ધરતીને નવપલ્‍લવિત કરી છે. રાજુભાઈ ધ્રુવ વધુમાં જણાવે છે કે, નરેન્‍દ્રભાઈએ સૌરાષ્ટ્રને માત્ર પાણી જ નથી આપ્‍યું, પણ પાણીદાર બનાવ્‍યું છે. આજી ડેમ હોય કે મચ્‍છુ ડેમ, આજે ઉનાળામાં પણ છલોછલ રહે છે તે નરેન્‍દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેમણે સૌરાષ્ટ્રને તરસ અને અંધકારમાંથી મુક્‍ત કરી તેજ અને તરવરાટ આપ્‍યો છે.

વિકાસની આ ગાથા અહીં અટકતી નથી. રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્‍ડ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ આપીને નરેન્‍દ્રભાઈએ સૌરાષ્ટ્રને વિશ્વ સાથે સીધું જોડી દીધું છે. આરોગ્‍ય ક્ષેત્રે ક્રાંતિ લાવતા રાજકોટને એઈમ્‍સ જેવી વિશ્વસ્‍તરીય હોસ્‍પિટલની ભેટ આપી છે, જેથી હવે ગરીબ કે મધ્‍યમ વર્ગના દર્દીને સારવાર માટે અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડતું નથી. ઓખા અને બેટ દ્વારકા વચ્‍ચેનો આઈકોનિક સિગ્નેચર બ્રીજ હોય કે જામનગર-અમૃતસર ગ્રીનફિલ્‍ડ કોરિડોર, નરેન્‍દ્રભાઈએ સૌરાષ્ટ્રના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને કાયાકલ્‍પ કરી નાખ્‍યો છે. રાજુભાઈ ધ્રુવના શબ્‍દોમાં કહીએ તો, ૅનરેન્‍દ્રભાઈએ વિકાસને રાજનીતિનો પર્યાય બનાવી દીધો છે. તેમણે જે કામ કર્યા છે તે સદીઓ સુધી યાદ રહેશે.

પરંતુ, નરેન્‍દ્રભાઈની વિશેષતાએ છે કે તેઓ સંતોષ માનીને બેસી રહેતા નથી. તેઓ હંમેશા ભવિષ્‍ય તરફ નજર રાખે છે. આ મુલાકાત દરમિયાન યોજાનારી રિઝનલ વાઇબ્રન્‍ટ સમિટ એ સૌરાષ્ટ્રના વિકાસની બીજી અને સૌથી મહત્‍વપૂર્ણ ઇનિગની શરૂઆત છે. આ અંગે ઉત્‍સાહભેર માહિતી આપતા રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, અત્‍યાર સુધી આપણે ગાંધીનગરમાં વાઈબ્રન્‍ટ સમિટ જોતા હતા, પરંતુ નરેન્‍દ્રભાઈએ હવે વિકાસને વિકેન્‍દ્રિત કરીને જિલ્‍લા કક્ષાએ પહોંચાડ્‍યો છે. આ રિઝનલ સમિટ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ગ્‍લોબલ પ્‍લેટફોર્મ મળશે. આ માત્ર એક કાર્યક્રમ નથી, પણ સૌરાષ્ટ્રને ઇન્‍ડસ્‍ટ્રીયલ હબ બનાવવાનો મહાયજ્ઞ છે.

આ સમિટના માધ્‍યમથી મોરબીનો સિરામિક ઉદ્યોગ જે આજે વિશ્વમાં બીજા ક્રમે છે તે પ્રથમ ક્રમે પહોંચશે. રાજકોટનું એન્‍જાિનિયરિગ અને ઓટો પાર્ટ્‍સ માર્કેટ વૈશ્વિક સપ્‍લાય ચેઈનનો મહત્‍વનો હિસ્‍સો બનશે. જામનગર તો પહેલેથી જ ગ્‍લોબલ સેન્‍ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન અને રિલાયન્‍સ જેવી રિફાઇનરી થકી વિશ્વના નકશા પર ચમકી રહ્યું છે. સુરેન્‍દ્રનગર લોજિસ્‍ટિક્‍સ હબ બનવા જઈ રહ્યું છે. રાજુભાઈ ધ્રુવ ભારપૂર્વક કહે છે કે, નરેન્‍દ્રભાઈના વિઝનને કારણે હવે સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારી માટે ઘર છોડીને બહાર જવું નહીં પડે, પણ દુનિયા સૌરાષ્ટ્રમાં રોજગારી અને વેપાર શોધવા આવશે. એમએસએમઈ સેક્‍ટરને જે વેગ મળવાનો છે, તે કલ્‍પનાતીત છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું વ્‍યક્‍તિત્‍વ આજે હિમાલય જેટલું ઉંચું અને સાગર જેટલું ઊંડું બની ગયું છે. મોર્નિગ કન્‍સલ્‍ટના સર્વે મુજબ ૭૧% ના તોતિગ એપ્રુવલ રેટિગ સાથે તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સહિતના દિગ્‍ગજો પણ તેમની લોકપ્રિયતાની આસપાસ પણ નથી. આ અંગે શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું હતું કે, આ આંકડાઓ માત્ર નંબર નથી, પણ ૧૪૦ કરોડ ભારતીયોના હૃદયના ધબકારા છે. નરેન્‍દ્રભાઈ હવે માત્ર ભારતના વડાપ્રધાન નથી રહ્યા, તેઓ વિશ્વગુરુના આસન પર બિરાજમાન એક યુગપુરુષ છે. જેમણે કાશીમાં બાબા વિશ્વનાથનું ધામ સજાવ્‍યું, અયોધ્‍યામાં રામલલાને બિરાજમાન કર્યા અને કાશ્‍મીરમાંથી ૩૭૦ની કલમ હટાવીને અખંડ ભારતનું સ્‍વપ્ન સાકાર કર્યું, એવા નરેન્‍દ્રભાઈમાં લોકોને પોતાના આત્‍મીય નેતાના દર્શન થાય છે. તેમના માટે જનસેવા એ જ પ્રભુસેવા છે.

ગરીબના આંસુ લૂછવા માટે તેમણે ઉજ્જવલા યોજના આપી, માથાનું છત્ર આપવા આવાસ યોજના આપી, અને બીમારીમાં રક્ષા કરવા આયુષ્‍યમાન કાર્ડ આપ્‍યું. આ બધું એક ઋષિ જેવી સંવેદના ધરાવનાર વ્‍યક્‍તિ જ કરી શકે. રાજુભાઈ ધ્રુવ કહે છે કે, નરેન્‍દ્રભાઈએ સાબિત કર્યું છે કે રાજા માત્ર શાસક નહીં, પણ સેવક હોવો જોઈએ. તેમના રોમેરોમમાં ભારતમાતાની ભક્‍તિ અને જનતાની સેવા વસેલી છે.

આજે જ્‍યારે આ લોકલાડીલા નેતા પધારી રહ્યા છે, ત્‍યારે રાજકોટ દિવાળી જેવો માહોલ અનુભવી રહ્યું છે. રાજકોટવાસીઓ પોતાના વ્‍હાલા નરેન્‍દ્રભાઈને આવકારવા માટે પલક પાવડે ઉભા છે. રાજુભાઈ ધ્રુવે અંતમાં આહવાન કરતા જણાવ્‍યું હતું કે, ચાલો, આપણે સૌ સાથે મળીને આપણા વિકાસ પુરુષ'નું એવું ભવ્‍ય અને દિવ્‍ય સ્‍વાગત કરીએ કે જે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે લખાઈ જાય. નરેન્‍દ્રભાઈની આ મુલાકાત સૌરાષ્ટ્રના વિકાસના રથને જેટ ગતિએ દોડાવશે અને વિકસિત ભારતના સંકલ્‍પમાં સૌરાષ્ટ્રને અગ્રેસર રાખશે. ભલે પધાર્યા નરેન્‍દ્રભાઈ, આપના આગમનથી રાજકોટની ધરા નવપલ્‍લવિત થઈ છે.

એક તરફ ભૂતકાળના વિકાસના કામોની સુવાસ અને બીજી તરફ ભવિષ્‍યના વાઈબ્રન્‍ટ સમિટની આશ, આ બંનેના સંગમ સમાન વડાપ્રધાનશ્રીની મુલાકાત રાજકોટ માટે એક ઐતિહાસિક પર્વ બની રહેશે. શ્રી રાજુભાઈ ધ્રુવ અને સમગ્ર ભાજપ પરિવાર વતી વડાપ્રધાનશ્રીને કોટી કોટી વંદન અને અભિનંદન સહ આવકારવામાં આવે છે.(૩૮.૨૫)

(11:38 AM IST)