News of Saturday, 10th January 2026
દેવપરાના જયેશભાઇ વાઘેલાને જુના મિત્ર પ્રશાંત પટેલ સહિતે માર માર્યો
જુના મનદુઃખને લીધે ધોકા-પાઇપ ફટકાર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: દેવપરામાં રહેતાં જયેશભાઇ છગનભાઇ વાઘેલા (ઉ.વ.૪૨) સિંદુરીયા ખાણ આંબેડકરનગર પાસે ઉભા હતાં ત્યારે તેના જુના મિત્ર પ્રશાંત પટેલ સહિતનાએ ઝઘડો કરી ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જયેશભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે-અમારી વચ્ચે જુનુ મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:04 PM IST)










