<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

રાજકોટ ફેમિલિ કોર્ટના પ્રિન્‍સીપાલ જજ તરીકે નિમાયેલ ડી. એચ. સિંધનો વેલકમ કાર્યક્રમ યોજાયો

ફેમિલિ કોર્ટ સાથે જોડાયેલા વકીલો દ્વારા સ્‍વાગત-સન્‍માન કાર્યક્રમ

રાજકોટ : તા.૧૦, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટ ખાતે ફેમિલી કોર્ટમા ડી. એચ. સિંઘની પ્રિન્‍સીપાલ જજ તરીકે ટ્રાન્‍સફર થતાં ડિસ્‍ટ્રીકટ બાર એસોસિયેશન દ્વારા ફેમિલી કોર્ટના પ્રિન્‍સીપાલ જજ શ્રી ધમેન્‍દ્રસિંઘનાં સ્‍વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડી. એચ. સિંઘનું રાજકોટના એડવોકેટ અમિતભાઇ જોષી, પુર્વ મેયર ભાવનાબેન જોષીપુરા, રજનીબા રાણા, નયનાબેન ચૌહાણ, જયેન્‍દ્ર ગોંડલિયા, સંદિપ અંતાણી, મિનાક્ષીબેન ત્રિવેદી, કિર્તિભાઇ પારેખ, ગૌતમ પરમારે પુષ્‍પ ગુચ્‍છ અને સુતરના સુકનવંતા તિરંગા હારથી સ્‍વાગત કરેલ. રાજકોટનાં વકિલોના એડવોકેટ એવા પ૦ વર્ષ કરતા વધુ સમયથી વકિલાત ક્ષેત્રે સેવા આપનાર સેવાનાં ભેખધારી સિનિયર વકીલ અમિતભાઇ જોષીનું સન્‍માન જયેન્‍દ્ર ગોંડલિયા, સંદિપ અંતાણી, ગૌતમ પરમાર, ભાગૅવ પંડયા વિગેરેએ કરેલ. જ્‍યારે પુર્વ મેયર અને સિનિયર વકીલ ભાવનાબેન જોષીપુરાનુ સ્‍વાગત બિનલબેન મહેતા અને અંજુમન અજમેરીએ કરેલ, સિનિયર વકીલ મહેશભાઈ ત્રીવેદીનું સ્‍વાગત વિવેક ધનેશા, ધારેશ દોશી, જગદિશ નારિગ્રાએ કરેલ,  રજનીબા રાણાનું સ્‍વાગત નયનાબેન ચૌહાણ, ચેતનાબેન કાછડીયા, રચના રવેશિયાએ કરેલ, નયનાબેન ચૌહાણનું સ્‍વાગત મિનલબેન સોનપાલ, સળતિબેન ત્રિવેદી અને શબનમ ઠેબાએ કરેલ. કિર્તિભાઈ પારેખનું સ્‍વાગત વિકાસભાઈ શેઠ, કેતન સિંધવા, હેમાંગ જાનીએ કરેલ.

 આ કાર્યક્રમમાં રાજકોટ શહેરમાં ફેમિલી કોર્ટમાં પ્રેક્‍ટિસ કરતા આશરે ૨૫૦થી વકિલો ઉપસ્‍થિત રહેલા. આ કાર્યક્રમમાં ડી. એચ. સિંઘ  ફેમિલી કોર્ટના તમામ પ્રકારના પ્રશ્‍નોનું તરત નિરાકરણ લાવવા બાંહેધરી આપતાની સાથે વિવિધ ચુકાદાઓથી વકિલોને માહિતગાર કરેલા હતા. રાજકોટનાં સિનિયર વકીલ અમિતભાઇ જોષીએ જણાવેલ કે સિંહ જ્‍યાં હોય ત્‍યાં સિંહાસન હોય છે, વિશેષમાં શ્રી સિંઘે રાજકોટ ખાતેનાં સેશન્‍સ જજ તરીકેના કાર્યકાળમાં એક કેસમાં આરોપીઓને સજા આપ્‍યા બાદ વિક્‍ટિમો વિશે ચિંતા કરી રાજકોટનાં કલેકટરને વિક્‍ટિમો વિશે તપાસ કરવા કહેતા રાજકોટના કલેકટરે ઉતરપ્રદેશ ખાતેના કલેકટર પાસે તપાસ કરાવેલ અને ઉત્તર પ્રદેશના એ જીલ્લાના કલેકટરે મહારાષ્‍ટ્રના મુંબઈના કલેકટર પાસે તપાસ કરાવી મૂતકના વારસો એક હોટલમાં નોકરી કરતા હોય તેના ભણતર, ઉજ્જવળ ભવિષ્‍ય માટે સરકાર પાસેથી બંદોબસ્‍ત કરાવેલ આવા હાઈકોર્ટ જસ્‍ટિસને લાયક એવા શ્રી સિંધે  ફેમિલી કોર્ટમાં ફરજ બજાવવા આવેલ છે ત્‍યારે તેઓનું માન, સન્‍માન જાળવવાની આપણી ફરજ હોય તેમના કાર્યકાળમાં ફેમિલી કોર્ટમાં પક્ષકારોને ઝડપી, સુખદ ન્‍યાય મળશે એમ જણાવેલ. સિનિયર વકીલ ભાવનાબેન જોષીપુરા, મહેશભાઈ ત્રીવેદી, શ્રી વિકાસભાઈ શેઠ વિગેરેએ ફેશ્રિ્‌લી કોર્ટમાં વારંવાર ઉદભવતા પ્રશ્‍નોની રજૂઆત કરી હતી જેનાં પ્રત્‍યુતરમાં આ પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા માટે સિંધ સાહેબ પુરતા પ્રયત્‍નો કરશે તેમ જણાવ્‍યું હતું.

 ફેમિલી કોર્ટના નવ નિયુક્‍ત પ્રિન્‍સીપાલ તરીકે રાજકોટનાં સેશન્‍સ જજ શ્રી ર્ેધમેન્‍દ્રસિંઘને જવાબદારી સોંપતા પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અંબાણી ભરતભાઈ, નયનભાઈ વ્‍યાસ, હરેશ પરસોડા તથા સહાયક હર્ષદ બારૈયા અને નિતિશ કથીરીયા, સેક્રેટરી નયનાબેન ચૌહાણ અને અશ્વિન ગોસાઈ તથા સહાયક બિમલ જાની તથા શૈલેષ સુચક, જોઈન્‍ટ સેક્રેટરી જતિન ઠક્કર, દિવ્‍યેશ છગ તથા સહાયક નિવિદ પારેખ, ટ્રેઝરર લક્ષ્મીબેન જાદવ, રક્ષાબેન ઉપાધ્‍યાય અને સહાયક અંજનાબેન ચૌહાણ, લાઇબ્રેરી સેક્રેટરી જીજ્ઞેશ નાગ્રેચા, વિરેન રાણીગા તથા સહાયક કિશન રાજાણી, મહિલા અનામત કારોબારી સભ્‍ય બિનલબેન મહેતા, અંજુમન અજમેરી, ડોલી બુદ્ધદેવ, માનસી ગોલ અને સહાયક ધારા ઉન્‍જીયા, મેઘાવી ગજ્જર, નિલમ પલાણ, તથા બિન અનામત કારોબારી સભ્‍યો વિમલ ડાંગર, હિરેન રૈયાણી, ભાવેશ બાંભવા, શૈલેષ સુચક, અજયસિંહ ચુડાસમા, રાજ ભાવસાર, પ્રફુલ ચંદારાણા, મેયશ શુકલ તથા કો-ઓપટ સભ્‍યો તરીકે ધર્મેશ સિદ્ધપુરા, નિધિ ચોન્‍ડાગર, ચેતન વિઠ્ઠલાપરા,  કલ્‍પેશ નશિત, મિતાબેન રાવ, રાજેશ ચાવડા, ઇસ્‍માઇલ પરાસરા, ઝાલા કિર્તિસિંહ, નિલમ પલાણ, ડોડિયા વનરાજસિંહ, ચાંદનીબેન જાવિયા, ચિરાગ મહેતા, અનિલ ડાકા, રવિ લાલ, સાગર મહેતા વિગેરેએ શુભેચ્‍છાઓ પાઠવી છે. આ કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજાએ કરેલ હતું.

(2:38 PM IST)