<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ ‘‘રાષ્‍ટ્રીય યુવા દિવસ''ની ઉજવણી કરવામાં આવી

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં આજે સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મજયંતિ ‘‘રાષ્‍ટ્રીય યુવા દિવસ''ની ઉજવણી કરવામાં આવી કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઇ જોશીએ કેમ્‍પસ સ્‍થિત સ્‍વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. આ તકે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્‍પલભાઇ જોશીએ જણાવ્‍યું હતું કે સ્‍વામી વિવેકાનંદજી યુવાનોના પથદર્શક અને પ્રેરણાષાોત છે. યુવાનો સ્‍વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લે અને ધ્‍યેય પ્રાપ્ત સુધી મંડયા રહે. સફળતાનો કોઇ શોર્ટકટ નથી હોતો. યુવાનોએ અભ્‍યાસમાં રૂચી કેળવી પોતાનામાં રહેલા કૌશલ્‍યને પારીખ મહેનત કરી સફળતા મેળવવા કાર્ય કરવું જોઇએ. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વામી વિવેકાનંદજીના જીવન આધારિત પોસ્‍ટર પ્રદર્શન રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સભ્‍યો, કાર્યકારી કુલસચિવ ડો. મનીષભાઇ ધામેચા, એકઝીકયુટીવ કાઉન્‍સીલના સભ્‍યો, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ, શૈક્ષણિક-બીનશૈક્ષણિક કર્મચારીઓ તથા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:56 PM IST)