તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 12th January 2026
શાસકોના સભ્યોએ નવા રોડ- ગ્રાન્ટ- ખુલ્લા પ્લોટ સહિતના ચીલાચાલૂ પ્રશ્નો કર્યા રજૂ
૨૦મીએ મનપાનું છેલ્લુ જનરલ બોર્ડ : ભાજપના ૧૧ નગરસેવકોના ૨૨ તથા કોંગ્રેસના ૩, કોર્પોરેટરોના ૯ સહિત કુલ ૩૧ પ્રશ્નો રજુ કર્યાઃ ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ તા.૧૨: મ્યુનિ.કોર્પોરેશનની દ્રિમાસીક સામાન્ય સભા આગામી તા.૨૦ના મંગળવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડીયાએ આજે એજન્ડા બહાર પાડયો છે. દર વખતની જેમ આ વખતે પણ ભાજપના નગરસેવકોએ નવા રોડની કામગીરી, ગ્રાન્ટ ફાળવણી તથા ખુલ્લા પ્લોટ સહિતના સામાન્ય પ્રશ્નો રજુ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.કોર્પોરેશનની ૨૦૨૧ થી ૨૦૨૬ની પાંચ વર્ષની ટર્મ આગામી માર્ચ મહિનામાં પૂર્ણ થઇ રહી છે. ત્યારે આગામી જાન્યુઆરીમાં મળનાર જનરલ બોર્ડ વર્તમાન ટર્મનું છેલ્લુ બોર્ડ મળશે.
આગામી ૨૦મીએ મળનાર સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧૫ નગરસેવકો દ્વારા ૩૧ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે. આજે એજન્ડા બહાર પાડયા બાદ બપોર સુધીમાં કુલ-૧૪ કોર્પોરેટરોએ પ્રશ્નો મુકયા હતા. જેનો ચીઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા વોર્ડ નં.૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીના પ્રથમ પ્રશ્ન મનપાને છેલ્લા બે વર્ષ દરમ્યાન અમૃત અને સ્વર્ણિમ યોજના હેઠળ કુલ કેટલી ગ્રાન્ટ મળેલ છે તે પૈકી કુલ કેટલા કામો હાથ ધરેલ સહિતના પ્રશ્નથી પ્રારંભ થશે.
જયારે બીજો પ્રશ્ન વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર રૂચીતાબેન જોષીએ શહેરમાં હાલ કુલ કેટલી સ્ટ્રીટ લાઇટ હયાત છે. કુલ કેટલી નવી સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી અને કયા પ્રકારની કેટલી ફરિયાદો આવેલ છે. વોર્ડ વાઇઝ માહિતી આપવી તેમજ ચાલુ વર્ષમાં કેટલા રોડ રી-કાર્પેટ તેમજ નવા બનાવાયા છે?
આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન વોર્ડ નં.૪ના નગરસેવક કંકુબેનનો છે તથા વિનુભાઇ સોરઠીયા, દક્ષાબેન વાઘેલા સહિતના નગરસેવકો દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા છે.
કયા કયાં કોર્પોરેટરોએ પ્રશ્નો રજૂ કર્યા

(3:21 PM IST)










