News of Monday, 12th January 2026
જલારામ ચીકીએ રાજકોટને નવી ઓળખ આપી
રાજકોટમાં છ દાયકાથી ગૃહ ઉદ્યોગ તરીકે વિસ્તરેલ સીંગ, ગોળ, તલપાકની માંગમાં સતત વધારો : હવે શિયાળાનું ટોનિક ગણાતા ચીકીના હેલ્થબાર તરફ વળતું યુવાધન : મખાના, પમ્કીન, સીડની મખાનાબાર ચીકીની માંગ

રાજકોટ : જેમ ગુજરાતી થાળી, કાઠીયાવાડી રોટલાં, ઉંધિયા, વરાળિયાની ફરી એક વખત બોલબાલ થઇ રહી છે. એજ રીતે હવે યુથ અને હેલ્થ કોન્સિયસ જનરેશન ફરી એક વખત શિયાળાના ટોનિક તરીકે ઓળખાતા ચીકીપાકની વિવિધ વાનગીઓ તરફ વળી છે. જનરેશનને હવે ચીકી પાકનું ઘેલું લાગ્યું છે. કારણકે બે ત્રણ માસ ચીકી પાક ખાવાથી શરીરમાં બાર મહિનાના ન્યુટ્રિશનલ વેલ્યુ મળે છે. ગોળ, તલ, સીંગ, દાળિયા, મમરા, કોપરા, ડ્રાયફ્રુટ, ગુંદ અને અન્ય મસાલાઓથી ભરપુર ચીકી શિયાળાનું એની ટાઇમ ઇટીંગ ફુડ નથી. પરંતુ તેનાથી શરીરમાં કોઇ સાઇડ ઇફેકટ વગર બાર માસનું ટોનિક મળી રહે છે.
ચીકીનો પર્યાય બની રહેલી જલારામ ચીકીના પ્રકાશભાઇ ચોટાઇ એક યાદિમાં જણાવે છે કે, પરંપરાગત પેઢીમાં હવે ચીકી પ્રત્યે ફરી એક વખત ક્રેઝ જોવા મળી રહ્યો છે. નવી પેઢીને સીંગ પાક, દાળિયા પાક, તલ પાક, મમરા પાક, ડ્રાયફ્રુટ ચીકી અને મીકસ ચીકીનું કહોને કે હવે ઘેલું લાગ્યું છે.
રાજકોટ સૌરાષ્ટ્રના લોકો પોતાના પરિવાર માટે જ નહિં પણ સગાવહાલાઓને ભેટ આપવા કે મોકલવા માટે શિયાળામાં ચીકી ઉપર જ પસંદગી ઉતારે છે. ગોળ, ટોપરા, દાળિયા, સીંગદાણા, તલ વગેરેની ન્યુટ્રિશનલ વેલ્યુ અને તેનો કરકરો સ્વાદ જલારામ ચીકીની વિશિષ્ઠતા રહી છે. શ્રી પ્રકાશભાઇ ચોટાઇ જણાવે છે કે, આજથી છ દાયકા પહેલાં સોની બજારની એક શેરીના ખૂણે ઘરમાં ગોળની પાઇથી તૈયાર કરેલ મગફળી પાકને વેચવાનો પ્રારંભ જલારામ ચીકીના સ્થાપક નટુભાઇ ચોટાઇએ કરેલો હતો. આજે ચીકી હેલ્થ ટોનિક તરીકે ન્યુટ્રિશનલ બાર તરીકે ન માત્ર રાજકોટ પરંતુ દેશ વિદેશમાં સ્થાન પામી રહી છે. ચીકીપાકના ફાયદા હવે ગ્રાહકોને સમજાવવા પડતા નથી. લોકોને ખ્યાલ આવી ગયો છે કે, ચીકી પાક જ ખરું હેલ્થ ટોનિક છે. આપણા વડિલોએ જીવનમાં મોસમ પ્રમાણે જે ફુડ અપનાવ્યા હતા એ ન માત્ર ફુડ પરંતુ દવા અને ટોનિકનું પણ કામ કરતાં આવ્યા છે. દરેક પરિવારમાં એકાદ સિનિયર વ્યક્તિ હોય છે. જે સાત્વિક અને હેલ્ધી ફુડના આગ્રહી હોઇ, આવા વડીલ શિયાળાની શરૂઆતથી જ તેમના શોપીંગ લિસ્ટમાં ચીકી પાકને અચુક એડ કરી દેય છે.
એક ગ્રાહકના જણાવ્યા મુજબ એક સમય એવો હતો કે લોકો લોનાવાલાની ચીકીને યાદ કરતાં હતા. પરંતુ, રાજકોટમાં ગૃહ ઉદ્યોગ તરીકે વિકસેલી રસોઇ કલાને આજે વૈશ્વિક ઓળખ મળી છે. હવે તો તબીબો, લાઇફ સ્ટાઇલ ટ્રેઇનર, ન્યુટ્રિશનલ એડવાઈઝર પણ ચોક્કસ માત્રામાં ચીકી ખાવાનું સ્વીકારે છે.
મોનજભાઇ કહે છે કે, જલારામ ચીકીમાં અમો શિયાળાની શરૂઆતથી જ ખાસ ગુણવત્તાની મગફળીના દાણા, તલ, કોપરા, ગોળ, ઘી, ડ્રાયફ્રુટની ખરીદી કરી તેને ક્વોલિટી,ગુણવત્તાની કડક ચકાસણી બાદ જ માલ બનાવવમાં ઉપયોગમાં લઇએ છીએ. આરોગ્ય માટે ગોળ વધુ ગુણકારક છે. ખાંડની તુલનાએ મીઠાશમાં ગોળનો વપરાશ કરવા હેલ્થ એક્સપર્ટ પણ કહે છે. અમો આ કારણે જ તલપાક, સીંગપાક, દાળિયાપાક, ડ્રાયફ્રુટ ચીકીને અનુભવના આધારે શુદ્ધ ગોળમાં જ તૈયાર કરીએ છીએ. આ કારણે જ જલામરામ ચીકીમાં ખાસ ગોળની ચીકી ખરીદવા દાયકાઓથી નિયમિત ગ્રાહકો આવે છે. તેમાં દર સાલ વધારો થાય છે. વિશ્વસનિયતામાં જલારામ ચીકી આદરથી લેવાતું નામ છે. રાજકોટ આવતાં દેશ વિદેશના લોકો જલારામ ચીકી સાથે લઇ જાય છે. વે ઝેન નેકસ્ટ ચીકીને હેલ્થ બાર તરીકે અપનાવી રહ્યા છે, તે સ્વદેશી ભારત અભિયાન માટે પણ સારી વાત છે. જલારામ ચીકીનો એક માત્ર ઉદ્ેશ છે, શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહો તેમ તેઓ જણાવે છે.
જલારામ ચીકીના મનોજભાઇ વધુમાં કહે છે કે, શિયાળામાં મખાના, પમ્કીન સીડની મખાના બાર ચીકી, ગોળ શીંગ, ગોળ તલ, ગોળ શીંગ તલ, ગોળ દાળિયા, ગોળ મિક્સ, ગોળ ચોકો, ગોળ કાળા તલ, ગોળ કોપરા, ગોળ ક્રસ, ગોળ કાજુ, ગોળ તલના લાડવા, શીંગ તલ, દાળિયા, સુગર મિક્સ, સુગર ટોપરા ક્રસ, સુગર ટોપરા, સુગર ખારેક, સુગર સોના, સુગર કાજુ, સુગર બદામ, સુગર સુકામેવા, સુગર કાળા તલ, મિક્સ વેરાયટી સહિતની ર૪ પ્રકારની આઇટમો મળે છે. શુદ્ધતા અને ગુણવત્તાને કારણે જલારામ ચીકી લોકપ્રિય બની છે. હવે વિવિધ ચીકીપાક ઉપરાંત ખજુરપાકની વિવિધ આઇટમ, ખજુર પુરી, ખજુર કતરી, ખજુર ચોકોબાઇટ, ખજુર પાક, ખજુર લાડુ અને અડદિયા તથા નમકીનની આઇટમની પણ ડિમાન્ડ નીકળી છે....
(2:59 PM IST)










