<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

લાતી પ્‍લોટમાં પતંગ લૂંટતી વખતે સલમાન છાપરા ઉપરથી પટકાયો

૧૧ વર્ષના ટેણીયાને સારવાર માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૧૨: મોરબી રોડ પર લાતી પ્‍લોટમાં પટેલ ટીમ્‍બર પાસે રહેતો સલમાન યુનુસભાઇ શેખ (ઉ.વ.૧૧) બપોરે બારેક વાગ્‍યે ઘર નજીક એકાદ માળની ઉંચાઇ ધરાવતાં છાપરા પરથી પડીજતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. સલમાનના પિતા છુટક મજૂરી કરે છે. સલમાન પતંગ લૂંટવા માટે છાપરા પર ચડયો ત્‍યારે પટકાયો હતો. તેને મોઢા, શરીરે ઇજાઓ થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. 

(3:21 PM IST)