<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મકર સંક્રાંતિની પૂર્વ તૈયારી : બજારોમાં ચિકકાર ગીર્દી : પતંગ રસીયાઓ ઉમટયા

રાજકોટ : કાલે મકર સંક્રાંતિનું પર્વ છે. પતંગ રસીયાઓ પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે. રાજકોટની ખુબ જાણીતી સદર બજાર ખાતે આજે ચિકકાર ગીર્દી જોવા મળી હતી. ગયા વર્ષ કરતા પતંગ દોરાના ભાવ થોડા વધી ગયા છે. પરંતુ શોખ સામે ભાવ વધારો કઇ ન ગણાય. લોકો હોંશે હોંશે ખરીદીમાં લાગી ગયા છે. આ વખતે ઓપરેશન સિંદુરની થીમવાળી પતંગોનું આકર્ષણ વધુ જોવા મળ્‍યુ હતુ. પાન્‍ડા, બરેલી, એન્‍કર એમ વિવિધ બ્રાન્‍ડનાં દોરાની બજારો પણ ધમધમી છે. પતંગ દોરાની સાથે ટોપી, ચશ્‍મા, વગાડવાના ભુંગળા સહીતના આર્ટીકલો પણ બજારમાં વેંચાણ માટે ગોઠવાઇ ગયા છે. પતંગ બજારનો નજારો તસ્‍વીરોમાં જોઇ શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:34 PM IST)