News of Tuesday, 13th January 2026
રાજકોટ અને ભરૂચમાં સાયબર ફ્રોડના બે ગુનામાં નાસતો ફરતો જયદીપ પકડાયો
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને કાંગશીયાળી ગામ પાસેથી દબોચ્યો

રાજકોટ, તા., ૧૩: રાજકોટ તથા ભરૂચમાં સાયબર ફોડના બે ગુનામાં નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કાંગશીયાળી ગામ પાસેથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા તેમજ પેરોલ જંપ કરનારા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પેરોલ ફરલો સ્કવોડના પી.આઇ. બી.એમ.ઝણકાંટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી.તેરૈયા સ્ટાફ સાથે આરોપીઓની શોધમાં હતા ત્યારે રાજકોટ ભરૂચમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ફ્રોડના બે ગુનામાં ફરાર શખ્સ રાજકોટ નજીક હોવાની બાતમી મળતા પેરોલ ફર્લોની ટીમે આરોપી જયદીપ ધનજીભાઇ વાડોલીયા (ઉ.વ.૩૪) રહે. કાંગશીયાળી ગામ ભવ્ય એપાર્ટમેન્ટ બ્લોક નં. બી-પ૦૪) ને કાંગશીયાળી ગામ ભવ્ય એપાર્ટમેન્ટમાંથી પકડી લીધો હતો. આ કામગીરી પીએસઆઇ જે.જી.તેરૈયા, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, લાલજીભાઇ ડાંગર, હેડ કોન્સ. સીરાજભાભાઇ ચાનીયા, રોહીત કછોડ, પો. કોન્સ. કુલપદીપસિંહ જાડેજા શાંતુબેન મુળીયા કોન્સ. દોલતસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.
(2:47 PM IST)










