News of Tuesday, 13th January 2026
ઉંધીયુ- ફાફડા- જલેબી- ચીકીના ૧૦ નમૂના લેવાયા : ૧પ ને લાઇસન્સ અંગે સૂચના
મનપાની ફૂડ શાખા દ્વારા આઇટીઆઇ હોકર્સ ઝોનથી આજીડેમ ચોકડી સુધીના ૧૭ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ

રાજકોટ, તા. ૧૩: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આઈ.ટી.આઈ. હોકર્સ ઝોન થી આજીડેમ ચોકડી સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૫ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ઉપરાંત રૈયા રોડ, મોરબી રોડ ખાતેના વિવિધ વિસ્તારોમાંથી ઉંઘીયુ, જલેબી, ફાફડા તથા ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં મહાદેવ દાળપકવાન-ખાખી નાસ્તા પોઈન્ટ- ફેમસ દાળપકવા, કનૈયા પૂરીશાક-,આનંદના પ્રખ્યાત ધોરાજી ભૂંગળા બટેટા- બજરંગ નાસ્તા પોઈન્ટ- આનંદ દાળપકવાન -મહાદેવ સોડા-મિત્રા ફ્રેશ ફૂડ -બાલાજી હોટલ - કનૈયા ફરસાણ-ગોકુલ ગાંઠિયા - જય બાલાજી હોટલ -આઈશ્રી ખોડિયાર પૂરી શાક - જલારામ ફરસાણ માર્ટ ને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ઉધીયું-ફાફડા-જલેબી-
ચીકીના નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ જેમાં ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): પંડયાઝ રસથાળ, શોપ નં.૩,૪, વેસ્ટ ગેટ કોમ્પ્લેક્ષ, રૈયા ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): જલારામ રેસ્ટોરેન્ટ, ૅચિત્રકૂટૅ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ, ઊંધિયું (પ્રિપેર્ડ શાક -લુઝ): જય હિંગળાજ રેસ્ટોરેન્ટ, રૈયા ચોકડી, જીવન નગર કોર્નર, રૈયા રોડ, ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.
જયારે જલેબી (લુઝ) તથા ફાફડા (લુઝ) શ્રી અંબિકા ફરસાણ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, ફાફડા (લુઝ): વરિયા સ્વીટ માર્ટ, પારેવડી ચોક પાસે, મોરબી રોડ, પ્રણામી ચીકી સ્પે. ટોપરા ચીકી (પ૦૦ ગ્રામ પેકડ) તથા પ્રણામી ચીકી માવા ચીકી (૪૦૦ ગ્રા. પેકડ) , ઠક્કર ગળહ ઉદ્યોગ, એસ.કે. ચોક, ગાંધીગ્રામ, ખાતેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઉપરાંત તલની ચીકી (લુઝ) અને શીંગ ચીકી (લુઝ): રાજશક્તિ ફરસાણ ્રૂ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, સૌંદર્ય બ્યુટી પાર્લર પાસે, ગાંધીગ્રામ ખાતેથી નમૂના લેવામાં આવ્યા હતા.
(3:23 PM IST)










