<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

મનરેગામાં લઘુતમ વેતન રૂ.૪૦૦ કરો શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ

રાજકોટ તા.૧૩: સરકારે મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો (મનરેગા) રદ કરવાનો ખરડો રજૂ કરવાનું પગલું ભર્યું છે. આ કોઈ સામાન્‍ય ધારાકીય કાર્યવાહી નથી. પરંતુ ભારતના સૌથી સ્‍વિકળત બનેલા એવા કલ્‍યાણકારી કાયદાને ઐતિહાસીક અધિકાર આધારિત પ્રજાના કાયદાને નબળો પાડવાનું ગણતરીપૂર્વકનું રાજકીય પગલું હોવાનો આક્ષેપ કોંગ્રેસના મહિલા આગેવાન જેનીબેન ઠુંમરે જણાવ્‍યુ હતું.મનરેગા એક સામુહિક સંઘર્ષમાંથી આકાર પામેલ ‘‘હર હાથ કો કામ દો, કામ કા પૂરા દામ દો'' નું વચન ધરાવતો કાયદો હતો. તેમાં ગ્રામીણ ભારતીઓને રોજગાર માંગવાના કાનૂની અધિકારની બાંહેધરી આપવામાં આવેલ હતી. તમામ ગ્રામીણ ભારતીઓને ૧૦૦ દિવસની રોજગારી સુનિヘતિ કરવામાં આવેલ હતી. વિકેન્‍દ્રીત સાશનને સુદૃઢ કરવામાં આવેલ હતું, મહિલાઓને, જમીન વિહોણાઓનું સશક્‍તિકરણ કરવામાં આવેલ હતું તેમજ અધિકાર પાત્ર હક્કો દ્વારા શ્રમની ગરીમાને સમર્થિત કરવામાં આવેલ હતી.

પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જેનીેબેેન ઠુંમરે જણાવ્‍યુ હતુ કે, કોંગ્રેસ પક્ષ દ્વારા માગણીઓ કરવામાં આવી છે કે કામ કરવાનું અધિકાર વેતનનો અધિકાર દાયિત્‍વનું અધિકાર, મનરેગાનું તાત્‍કાલિક પુનઃસ્‍થાપન, મોંઘવારીના કપરાકાળમા ઓલ ઇન્‍ડિયા લઘુતમ વેતન ૪૦૦ રૂપિયા મળવું જોઈએ. યુપીએ સરકારમાં પરિવારને દર વર્ષે ઓછામાં ઓછા ૧૬ દિવસ કામ કરવાની કાનૂની ગેરંટી હતી હાલ ગેરેન્‍ટી રદ કરવામાં આવી છે.

રાજકોટમાં ૫,૦૦૦ સુધીનો વેરો જે નાગરિકોનો બાકી હોય તે ની સામે કડકાઇ દાખવવામાં આવશે. સરકારી કચેરીઓ અને મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાના બિલ બાકી છે ત્‍યારે ત્‍યાં કડકાય ઉઘરાણી કરી ઢોલ વગાડવાને બદલે આમ નાગરિકને જો રાજકોટ મહાનગરપાલિકા સત્તાધિશોના ઇશારે કનડગત કરશે તો સાખી નહી લેવાય કમિશનરને ઘેરાવ કરાશે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(4:02 PM IST)