News of Wednesday, 14th January 2026
રાજકોટમાં ઉતરાયણ પર્વ બન્યું લોહીયાળઃ સહકારનગરમાં સાવન ગોસ્વામીની ક્રુર હત્યાઃ જેની સાથે રહેતો એ મહિલા સહિત બેની પુછતાછ
ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, રાઇટર એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે તપાસ શરૂ કરી

રાજકોટઃ શહેરમાં મકરસંક્રાંતિનું પર્વ લોહીયાળ બન્યું છે. અહિ સહકારનગર મેઇન રોડ પર સાવનભાઇ રમણીકગીરી ગોસ્વામી (ઉ.વ.૨૫) નામના યુવાનની છરીના આડેધડ ઘા ઝીંકી ક્રુર હત્યા કરવામાં આવી છે. સાવન ગોસ્વામી નામનો યુવાન ઘનશ્યામનગર પાસે વર્ષા ગોપાલ ડાભી નામની ૪૫ વર્ષની મહિલા સાથે જ કેટલાક વર્ષથી રહેતો હતો. બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. અવાર-નવાર કોઇને કોઇ વાતે ઝઘડો થતો હતો. સંક્રાંતિની સાંજે પણ ઝઘડો થયો હતો અને હત્યા થઇ હતી. આ હત્યામાં મહિલા ઉપરાંત અન્ય એક શખ્સ પણ સામેલ હોઇ તેને પણ રાઉન્ડઅપ કરી પુછતાછ શરૂ કરવામાં આવી છે. - -
(11:10 PM IST)










