<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

એરપોર્ટ ઓથોરીટી દ્વારા વાયબ્રન્‍ટ ગુજરાતમાં ભારતને એવિએશન સુપર બનાવવા ડ્રીમ-ર૦૪૭

આજ સાંજ સુધી પ્રદર્શન ખૂલ્લુ રહેશેઃ એરટ્રાફિક કન્‍ટ્રોલની ભૂમીકા પર ખાસ ભાર મૂકાયો

રાજકોટ, તા. ૧પઃ એરપોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (AAI) રાજકોટમાં યોજાઈ રહેલા વાઈબ્રન્‍ટ ગુજરાત રીજનલ પ્રદર્શન ૨૦૨૬ ભારતીય એવિએશન ક્ષેત્રના ભવિષ્‍યનું પ્રદર્શન કરી રહ્યું છે. આકર્ષક અને ભવિષ્‍યની બ્‍લુ પ્રિન્‍ટ દર્શાવતા પવેલિયન દ્વારા, AAI ભારતના એવિએશન ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનને રજૂ કરવામાં આવી રહ્યું છે, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિઝન ‘વિકસિત ભારત @૨૦૪૭'ને પ્રદર્શિત કરે છે.

વર્ષ ૨૦૧૪માં દેશમાં ૭૪ કાર્યરત એરપોર્ટ્‍સ હતાં જેની સંખ્‍યા ૨૦૨૫માં ૧૬૪ સુધી પહોંચી છે, જે ભારતના એવિએશન ક્ષેત્રના અભૂતપૂર્વ વિકાસને દર્શાવે છે. આ વિકાસને આગળ વધારતા, એએઆઈએ ૨૦૪૭ સુધીમાં ૩૫૦થી ૪૦૦ એરપોર્ટ્‍સના નિર્માણનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેથી એર કનેક્‍ટિવિટી વિકાસ, ક્ષેત્રીય વિકાસ અને રાષ્‍ટ્રીય એકતા બની શકે.

AAI પવેલિયન આધુનિક એરપોર્ટ પ્રદર્શિત કરે તે રીતે ડિઝાઈન કરવામાં આવ્‍યું છે જે મુલાકાતીઓને એવિએશનની દુનિયાનો એક રસપ્રદ અને અદભૂત અનુભવ પ્રદાન કરે છે. રન-વેની પ્રતિકળતિ, ઈન્‍ટરએક્‍ટિવ ક્‍વિઝ ઝોન્‍સ અને આકર્ષક સેલ્‍ફી પોઈન્‍ટ શિક્ષણની સાથે રોમાંચ પણ પૂરું પાડે છે. એર ટ્રાફિક કન્‍ટ્રોલની ભૂમિકા સરળતાથી સમજાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્‍યો છે, જે  ભારતના આકાશને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે કેવી રીતે ચોકસાઈ, ટેકનોલોજી અને માનવ કુશળતા સાથે મળીને કાર્ય કરે છે તે દર્શાવે છે.

પવેલિયનનું મુખ્‍ય આકર્ષણ ‘સપનો કી ઉડાન' છે, યુવાઓને એવિએશનમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપતી AAIની અનોખી પહેલ છે. પરસ્‍પર સંવાદ દ્વારા વિદ્યાર્થીઓ અને યુવા મહત્‍વકાંક્ષીઓને એવિએશન ક્ષેત્રમાં ઉપલબ્‍ધ વિવિધ કારકિર્દી વિકલ્‍પો જેમ કે, એન્‍જિનિયરિંગ, ફાયર સર્વિસિસ, એર નેવિગેશન સર્વિસિસ, ફાઈનાન્‍સ અને હ્યુમન રિસોર્સિસની જાણકારી આપવામાં આવી રહી છે. આ પહેલ એએઆઈના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે વિકસિત ભારત ર૦૪૭ તરફની ભારતની યાત્રા માત્ર માળખાકીય વિકાસથી નહીં, પરંતુ કુશળ, પ્રેરિત અને ભવિષ્‍ય માટે તૈયાર યુવા પેઢીથી પરિપૂર્ણ હશે.

પવેલિયન ભારતના સમળદ્ધ વારસા અને એકતાને પણ શ્રદ્ધાંજલિ અર્પણ  છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્‍થાપિત કરવામાં આવી છે, જે રાષ્‍ટ્રીય એકતાનું પ્રતિક છે. જે દેશના દરેક ખૂણાને હવાઈ માર્ગો દ્વારા જોડવાના AAIના મિશનને પ્રદર્શિત કરે છે.

દેશભક્‍તિની ભાવના સાથે પવેલિયનમાં રાષ્‍ટ્રીય ગીત ‘વંદે માતરમ'ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે દેશવ્‍યાપી ઉજવણીના ભાગરૂપે સામૂહિક ગાનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ, યુવાનો અને પ્રતિષ્ઠિત મુલાકાતીઓ એકસાથે સ્‍વર મિલાવી ગૌરવ, એકતા અને રાષ્‍ટ્રીય ભાવનાની સંયુક્‍ત અભિવ્‍યક્‍તિ કરી રહ્યા છે.

AAI વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાયબ્રન્‍ટ ગુજરાત રીજનલ પ્રદર્શનમાં આવેલા એએઆઈ પવેલિયનની મુલાકાત લઈ આ પ્રેરણાદાયક યાત્રાનો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ આપે છે. પેવેલિયન આજરોજ સુધી મુલાકાત માટે ખુલ્લું રહેશે. આ પવેલિયન એ વાતનું સાક્ષી છે કે ભારતીય એવિએશન માત્ર એરપોટર્સનું નિર્માણ નથી કરી રહ્યું, પરંતુ એક આત્‍મવિશ્વાસભર્યું, જોડાયેલું અને વૈશ્વિક સ્‍તરે સ્‍પર્ધાત્‍મક ભારતના ભવિષ્‍યનું ઘડતર કરી રહ્યું છે.

(2:10 PM IST)