News of Thursday, 15th January 2026
અનુભવનો અવસર-નિવેશ કી કહાનીયા : અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રવિવારે રોકાણકારો માટે સેમીનાર
મ્યુ. ફંડ, એસ.આઇ.પી. અને મની ઇઝ એનર્જી વિષય પર તજજ્ઞોનું વકતવ્ય

પ્રવિણ સુમેસરા મેહુલ રવાણી હર્ષલ માંકડ
રાજકોટ, તા., ૧૫ : આજના સમયમાં નાણાકીય જાગળતિ અને સમજદારીપૂર્વક નું રોકાણ અત્યંત જરૂરી બની ગયું છે. આ હેતુસર અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા એક વિશેષ ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જે ૧૮ ના જાન્યુઆરીના રવિવારે સવારે ૯ કલાકે, હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમનું શીર્ષક અનુભવનો અવસર - નિવેશ કી કહાનિયા રાખવામાં આવ્યું છે. આ સેમિનાર રોકાણકારો તેમજ તેમના પરિવારના નાણાંકીય રીતે સુરક્ષિત અને સ્થિર ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં મ્યુચ્યુઅલ ફંડ અને એસ.આઈ.પી. સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે સરળ, સ્પષ્ટ અને વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવશે. એસઆઈપી એ મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવાની પદ્ધતિ છે, જેમાં નાનું રોકાણ પણ લાંબા ગાળે મોટી સંપત્તિ સર્જી શકે છે.
આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે ર્ંપ્રવીણ સુમેસરા એરિયા મેનેજર અમદાવાદ ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ ના ઉપસ્થિત રહેર્શેં, જેમને મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ ક્ષેત્રમાં ૨૮ વર્ષથી વધુનો વિશાળ અનુભવ છે. તેમણે વર્ષો દરમિયાન હજારો રોકાણકારોને એસઆઈપી દ્વારા વેલ્થ ક્રિએશન નો સાચો માર્ગ બતાવી નાણાકીય રીતે સશક્ત બનાવ્યા છે.
આ સાથે કાર્યક્રમમાં હર્ષલ માંકડ એક્ટર લેખર્કં લાઇફ કોચ પણ વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ મની ઇઝ એનર્જી વષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપશે, જેમાં પૈસા સાથેનો માનસિક અભિગમ, નાણાકીય વિચારોની શક્તિ અને યોગ્ય માનસિકતા કેવી રીતે સંપત્તિ સર્જવામાં મદદરૂપ બને છે તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના રાજકોટ બ્રાન્ચ મેનેજર ચેતન મહેતા વક્તવ્ય આપશે.
આ કાર્યક્રમનું આયોજન મેહુલ મહેન્દ્રભાઈ રવાણી એએમએફઆઇ રજીસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડીસ્ટ્રીબ્યુટર અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષોથી રોકાણકારોમાં નાણાંકીય જાગળતિ ફેલાવવાનું કાર્ય સતત અવિરત કરી રહ્યા છે.
રજીસ્ટ્રેશન માટે મો. ૯૮૨૫૮૮૨૫૩૯, ૯૮૭૯૭ ૮૨૫૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:47 PM IST)










