તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
જયુબેલી વિસ્તારમાં ર૦ દુકાનો સીલઃ વેપારીઓમાં રોષ
મનપાના વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા શષા ઉગામ્યું મોટા બાકીદારોના બદલે નાના મિલ્કત ધારકો સામે કેમ કાર્યવાહી? અતુલ રાજાણીનો વેધક સવાલ

રાજ્કોટ, તા.૧૫: મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો ૪ર૦ કરોડનો લક્ષાંક પુર્ણ કરવા મિલ્કત સીલ સહીતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં જયુબીલી શાક માર્કેટ રોડથી મોચી બજાર ચોક ખુણા સુધીમાં ૨૦ જેટલી દુકાનો સીલ કરવામાં આવતા સવારમાં વેપારી વર્ગમાં દેકારો બોલ્યો હતો. અલગ અલગ બીલ કરી આપવા, યોગ્ય આકારણી કરવા સહિતની રજુઆતો વચ્ચે એકાએક મનપાએ સીલ માર્યાની ફરિયાદ સાથે વેપારીઓ વેસ્ટ ઝોન કચેરીમાં રજુઆત કરવા દોડી ગયા હતા. ૩-૩ લાખથી ઉપરના બાકીદારો સામે આ કાર્યવાહી આજે હાથ ધરવામાં આવી હતી. તહેવાર પર દુકાન બંધ રાખનાર વેપારીઓ સવારે ધંધા પર પહોંચતા તેમની દુકાનોને સીલ લાગતા દોડધામ મચી જવા પામી છે. વોર્ડના પૂર્વ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ તંત્રને સંયમથી કામ લેવા અને મોટા બાકીદારોના બદલે નાના મિલ્કત ધારકો સામે કેમ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેવા સેન્ટ્રલ ઝોન ટેક્સ શાખાની ટીમ આજે સવારે જયુબીલી શાક માર્કેટ રોડ પર પહોંચી હતી. ત્યાંથી મોચી બજાર કોર્ટ સામેના ખુણા સુધીમાં ૨૦ જેટલી દુકાનને બાકી વેરા બદલ સીલ માર્યા છે.
આ દરમ્યાન મોચી બજારના કોર્નર પર આવેલી દુકાનોના ધંધાર્થીઓ એકત્ર થઇ ગયા હતા. મયુર જનરલ સ્ટોર, સાંઈ ટ્રેડીંગ, પ્રભુકળપા એજન્સી સહિતના દુકાનદારોની મિલ્કત સીલ કરાતા સ્થળ પર અને તે બાદ વેસ્ટ ઝોન કચેરીમાં રજુઆત કરવામાં આવી હતી. આ વેપારીઓ વતી દુકાનદાર મયુર શાહે એવું કહ્યું હતું કે, દુકાનોના અલગ અલગ વેરા કરવા માટે લાંબા સમયથી રજુઆત કરવામાં આવે છે. માપણી કરવા, સૌનો સાચો વેરો કાઢી આપવા અગાઉની નોટીસ વખતે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ ટેકસ વિભાગ દ્વારા જે તે સમયે રસ્તો નીકળી જશે તેવું કહ્યું હતું. વર્ષોનો વેરો આ કારણે જ ચડતો ગયો છે. ૨૦૧૮થી વેરામાં આવી વિસંગતતા ઉભી થઇ છે. વિભાગ દ્વારા અલગ અલગ બીલ કરી આપવામાં આવતા નથી. બે દિવસ પહેલા વેપારીઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા.
ગઇકાલે રજા હતી. બાદમાં આજે સવારે ધંધાના સ્થળે પહોંચતા વેરા શાખાએ દુકાનોને સીલ મારી દીધાનું દેખાયું હતું. આથી રજુઆતો કરવામાં આવી છે. આટલા સમયથી ચાલતા વિવાદ ઉપર પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આથી આ અંગે હવે કમિશનરને પણ રજુઆત કરવામાં આવશે. બીજી તરફ હાલ અલગ અલગ વિસ્તારમાં ટેકસ શાખાએ સીલની કાર્યવાહી ચાલુ રાખી છે અને તમામ વોર્ડમાં આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ અધિકારીઓએ કહ્યું હતું.
(4:08 PM IST)










