News of Thursday, 15th January 2026
રેલનગર વિસ્તારમાં ભરશીયાળે પાણીકાપ
રેલનગર હેડવર્કસ ખાતે નવા-જુનાના જોડાણ અને શટડાઉનના કારણે હજારો લોકો શનિવારે તા.૧૭ના તરસ્યા રહેશેઃ મનપાના વોટર વર્કસ વિભાગની સતાવાર જાહેરાત

રાજકોટ તા.૧૫: સેન્ટ્રલ ઝોન હસ્તકના રેલનગર હેડવર્કસ ખાતે આગામી તા.૧૭ના રોજ નવા બનેલા GSRના જુના GSR સાથે જોડાણ સબબ તેમજ પમ્પીંગ સ્ટેશન ખાતે સંપ સફાઈની કામગીરી તેમજ સંપની અંદર પાઈપલાઈન રીપેરીંગની કામગીરી સબબ શટ ડાઉન લેવાનું હોવાથી રાજકોટ શહેરના વોર્ડ નં.૦૩ના રેલનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.
મનપાના વોટર વર્કસ શાખાની સતાવાર જાહેરાત પ્રમાણે આગામી ૧૭ના શનીવારે (પાર્ટ) રેલનગર-૧, રેલનગર -૨ શેરી નં. ૧ થી ૧૪, સંતોષીનગર, પોપટપરા વિસ્તાર, અમળત રેસીડેન્સી, નારાયણ નગર, શકિત સોસાયટી, આસ્થા ચોક, સરદાર પટેલ, ૫૩ કવાટર્સ, સુર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, અર્પણા પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા સોસાયટી, રધુનંદન સોસાયટી, સમર્પણ પાર્ક, અમરનાથ પાર્ક, શિવમ પાર્ક, મુરલીધર પાર્ક, લોર્ડ ક્રિષ્ના પાર્ક, ધનશ્યામ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક શેરી નં.૧ થી ૬, શિવ દર્ષ્ટિ, શીતલ પાર્ક ૧ અને ૨, સ્વામીનારાયણ રેસીડેન્સી, સદગુરૂ પાર્ક, મધુવન પાર્ક, રાધિકા રેસીડેન્સી, મોહન પાર્ક, પ્રમુખસ્વામી. સોસાયટી, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, વીર સાવરકર ટાઉનશીપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, લાલબહાદુરશાષાી ટાઉનશીપ, ડો.હેડગેવાર ટાઉનશીપ, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, ભગીની નીવિદીતા ટાઉનશીપ વિગેરે તમામ ટાઉનશીપ, મિયાણાવાસ પોપટ પરા, ગોદામ સામે મફતિયાપરા, નાળા પાસે સંતોષી મફતિયાપરા, સેન્ટ્રલ જેલ, સુંદરમ સિટી, સુંદરમ ગોલ્ડ, અતુલ્યમ ગ્રીન તથા ધ સ્પેશ બિલ્ડીંગ & રત્નમ સ્કાય લાઇન (માધાપર ચોક) સુધીનો તમામ વિસ્તારોમાં પાણીકાપ રહેશે
(3:54 PM IST)










