<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

રાજકોટ ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ અચાનક સરધાર પહોંચ્‍યાઃ પંચાયત, શાળા, આંગણવાડી નિહાળી

૧૦૦% વેરા વસુલાતની સૂચનાઃ આરોગ્‍ય સેવાની ગુણવતા જાળવવા ચર્ચા

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ ગઇકાલે સરધાર ખાતે વિવિધ સરકારી એકમોની મુલાકાત લઇ માહિતી મેળવેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ૧૬ :.. ગઇકાલે  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ સરધાર ગામ, તાલુકો રાજકોટની મુલાકાત લીધેલ.  સરધાર ખાતે સરધાર ગામની આજુબાજુનાં ૨૨ ગામોનાં તલાટી કમ મંત્રીશ્રીઓની મિટીંગ કરવામાં આવી જેમાં તમામ કામગીરીનો રીવ્‍યુ કરવામાં આવ્‍યો તથા પંચાયતની વેરા વસૂલાતનો રીવ્‍યું કરી ૧૦૦ ટકા વસુલાત કરવા સુચનાં આપવામાં આવી, ગ્રામ સભામાં વેરા વસુલાત બાબતેની ચર્ચા કરવી, પોતાના ગામમાં સરકારી સંસ્‍થાઓ જેવી કે આરોગ્‍ય કેન્‍દ્ર, આંગણવાડી, શાળાની નિયમિત મુલાકાત લેવા તથા ઈ ગ્રામ અંતર્ગત મળતી તમામ સુવિધાનાં બોર્ડ લગાવવાની સુચના આપવા આવી તથા દરરોજ સમયસર નિયમિત હાજરી આપવા કડક સુચનાં આપવામાં આપી હતી. સરધાર ગ્રામ પંચાયતની મુલાકાત કરી લોક સંવાદ કરવામાં આવ્‍યો તથા લોકોનાં પ્રતિભાવો જાણવામાં આવ્‍યા તેમજ PMAY AVAS અંતર્ગતની કામગીરી પુરી કરવી, SBM અંતર્ગતનાં કામો Gray Water Treatment Plant નાં કામો, નાણાપંચના કામો ઝડપથી કરવા, ૧૦૦ ચો. વાર પ્‍લોટ ની અરજીનો સત્‍વરે યોગ્‍ય નિકાલ કરવો, નવા ગામતળ ના પ્રકરણ વિષે આગળની જરૂરી કાર્યવાહી કરવા TDOને જરૂરી કાર્યાહી કરવા સુચનાં આપી, વતન પ્રેમ યોજના અંતર્ગત ગાઇડ લાઇન મુજબ ગામમાં વિકાસની કામગીરી કરવી, તથા સરધાર ગામે પદાધિકારીશ્રીઓ તરફથી કોમ્‍યુનીટી હોલ બાબતે મળેલ રજુઆતો અન્‍વયે જરૂરી નિયમાનુંસાર કામગીરી કરવા બાબતે જરૂરી સુચનાંઓ આપવામાં આવી.

આ ઉપરાંત શાળાની મુલાકાત કરવામાં આવી જયાં કન્‍યા શાળાના રમત-ગમ્‍મતનાં મેદાન બાબતે ચર્ચા કરી.

 આંગણવાડીમાં બાળકોની સંખ્‍યા વિષે તેમજ તેમાં હાજર રહેલ બાળકોની માહિતી મેળવી ૩ થી ૬ વર્ષનાં પોષણ ટ્રેકરમાં નોંધાયેલ તમામ બાળકોની ૧૦૦ ટકા હાજરી જળવાઇ રહે તે બાબતે તથા કુપોષિત બાળકો બાબતે ચર્ચા કરવામાં આવી.

પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઇ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં લેબોરેટરીમાં થતા તમામ પરીક્ષણો વિશે માહિતી મેળવી NOASનાં ધારાધોરણ મુજબ તમામ પરીક્ષણોની સેવાઓ પુરી પાડવામાં આવે તેવી વ્‍યવસ્‍થા રાખવા તથા આયુષ્‍યમાન કાર્ડ કાઢવાની કામગીરી બાબતે માહિતી મેળવી તમામ પાત્રતા ધરાવતા લોકોને આયુષમાન કાર્ડ મળી રહે તે જોવા સુચનાં આપવામાં આવી હતી. 

(11:34 AM IST)