<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સિવિલના લાભાર્થે રાજકોટ કોમ્‍પ્‍યુટર ટ્રેડર્સ એસોસીએશન દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ

નાગર બોર્ડિંગ ખાતે આયોજનઃ રક્‍તની ૧૫૦ થી ૨૦૦ બોટલ એકત્ર થવાનો અંદાજ

રાજકોટ,તા.૧૬: રાજકોટ સિવિલ હોસ્‍પિટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના વિશેષ સહયોગથી તેમજ સ્‍ટાર સીનર્જી હોસ્‍પીટલ તથા કુંડારિયા કેન્‍સર પ્રવેન્‍સન ફાઉન્‍ડેશનના સહયોગથી, રાજકોટ કોમ્‍પ્‍યુટર ટ્રેડર્સ એશોસીએશન દ્વારા ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્‍યના સંયુક્‍ત ઉપક્રમે તા.૧૮ રવિવારે સવારે ૯ થી ૨ સુધી, નાગર બોર્ડિંૅગ ખાતે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. નાગર બોડિંગના ચેરમેન ડો.હેમાંગ વસાવડાનો સહયોગ મળેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવા, અંગદાન, દેહદાન, ચક્ષુદાન, સ્‍કીનદાન, થેલેસેમીયા જાગૃતિ સેમીનાર કે જીવદયાના અન્‍ય કોઈપણ કાર્ય માટે શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનનો (મો.૯૪૨૮૨૦૦૬૬૦) ઉપર સંપર્ક કરવો. આ કેમ્‍પમાં રક્‍તની ૧૫૦થી ૨૦૦ બોટલ એકત્ર થશે તેમ જણાવાયું છે.

તસ્‍વીરમાં રાજકોટ કોમ્‍પ્‍યુટર એશોશીએશનના પ્રમુખ કિરીટકુમાર ઓગાણજા, ઉપપ્રમુખ ચેતન વખારીયા, સેક્રેટરી પ્રશાંત પીપળીયા, જો.સેક્રેટરી ભાવેશ મારકણા, ટ્રેઝરર નિતેશ દાવડા તેમજ શ્રમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનનો વિનય જસાણી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:34 PM IST)