<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

કોઠારીયા સોલવન્‍ટમાં કુતરા બાબતે યુવાન ઉપર ખૂની હુમલોઃ પત્‍ની- માતા અને પડોશીઓ ઉપર હૂમલો

આજે તો તમને બધાને મારી જ નાંખવા છે તેમ કહી ૪ મહિલા સહિત ૧૦ શખ્‍સો છરી, ધોકા અને પાઇપ સાથે તૂટી પડયાઃ છરી ઝીંકતા ઇબનેમભાઇ ફારૂકી ગંભીરઃ અન્‍ય પાંચને ઇજા

 

તસ્‍વીરમાં ઇજાગ્રસ્‍તો હોસ્‍પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.

રાજકોટ તા.૧૨: કોઠારીયા સોલવન્‍ટમાં કુતરા બાબતે આપેલ ઠપકાનો ખાર રાખી ૪ મહિલા સહિત ૧૦ શખ્‍સોએ છરી, પાઇપ અને ધોકાથી યુવાન ઉપર ખૂની હૂમલો કર્યો હતો. તેમજ યુવાનની પત્‍ની અને તેની માતા તથા પડોશીઓ ઉપર હૂમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ મુસ્‍કાનબેન વા/ઓફ ઇબનેમભાઇ ફારૂકી (ઉ.વ.૨૩) રહે.હુશેનીચોક કન્‍યાશાળાની પાછળ કોઠારીયા સોલવન્‍ટ રાજકોટએ આરોપી (૧) વીકી, (ર) સંજય પાડલીયા, (૩) ગોગો, (૪) વીકીનો ભાઇ રોકી, (પ) મનિષ ઉર્ફે કકુ, (૬) રવીરાજ કાઠી, (૭) જનકો કબુતરવાળો, (૮) વીકીના પત્‍ની, (૯) મનિષ ઉર્ફે કકુની બે બહેનો તથા (૧૦) મનિષ ઉર્ફે કકુની માતા જસુબેન રહે.બધા રાજકોટ સામે આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી તથા તેના પતિ રાત્રે ઘરે હતા ત્‍યારે અમારા શેરીમાં રહેતા વિકી તથા તેનો ભાઈ રોકી તથા તેમનો મિત્ર સંજય પાડલીયા તથા ગોગો તથા મનીષ ઉર્ફે કકુ તથા રવિરાજ કાઠી તથા જનકો કબુતરવાળો તથા વિકિના પત્‍ની તથા કકુની બે બહેનો તથા તેઓની માતા જશુબેન એમ આ બધા એક સં૫ થઈને અમારા ઘરમાં ઘૂસી આવેલા હતા અને આવીને જેમ ફાવે તેમ ભૂંડા બોલી ગાળો બોલવા લાગેલા હતા અને મારા પતિ ઇબનેમએ ગાળો બોલવાની ના પાડતા આ બધા ધોકા પાઈપ વડે મારવા લાગેલ હતા અને વીકી તથા સંજય પાડલીયા એ છરી કાઢી  હતી.   વિકીએ મારા પતિના છાતીના ભાગે છરીનો ઘા મારી દીધેલ હતો અને સંજય પાડલીયાએ મારા પતિના ડાબા પગના ભાગે છરીનો ઘા મારી દીધેલ હતો જેથી હું રાડા રાડી કરવા લાગેલ જેથી અમારા પડોશી ફેજલભાઈ તથા હનીફાબેન તથા ઇરઝાબેન અમારા ઘરે આવી ગયેલ હતા અને વચ્‍ચે છોડાવવા પડતા આ બધા અમારા પડોશીઓને પણ ધોકા પાઇપ વડે માર મારવા લાગેલ હતા. આ દરમિયાન ગોગોએ સંજયના હાથમાંથી છરી લઈને મારા પતિ ના માથાના ભાગે ત્રણ ઘા મારી દીધેલ અને કહેવા લાગેલ કે આજતો તમને બધાને જાનથી મારી જ નાખવા છે અને મારા પતિને માથામાંથી લોહી નિકળતા તે ત્‍યાં જ ઢળી પડેલ હતા. આથી મારા પડોશી ફેજલભાઈ ગોગોના હાથમાંથી છરી લેવા જતાં તેઓના ડાબા હાથની વચ્‍ચેની આંગળી ના પોચાના ભાગે છરી વાગી ગયેલ અને બધાએ ધોકા પાઈપ વડે માર મારવાનું ચાલુ રાખતા અમો ડરી જતા અમે બધા અમારા ઘરની પાછળ રહેતા મારા મમ્‍મીના ઘરમાં અંદર ગરી ગયેલ તો આ બધા અમારી પાછળ પાછળ ત્‍યાં પણ આવેલ અને ત્‍યાં આવી આ બધાએ અમોને બધાને ધોકા પાઈપ વડે માર મારવાનું ચાલુ કરી દીધેલ જેમાં મને જમણા હાથના કાંડાના ભાગે તેમજ ટચલી આંગળીના ભાગે ઇજા થયેલ હતી અને હનીફા બેનને જમણા હાથે તથા હોઠ ના ભાગે ઇજા થયેલ હતી તેમજ ઈરજાબેનને પણ હાથે પગે ઈજા થયેલ હતી.

 દરમિયાન ગોગો છરી વડે મને ઘા મારવા જતા મારા મમ્‍મીએ હાથથી છરી પકડી લેતા તેઓના જમણા હાથની હથેળીના ભાગે છરખી પડી ગયેલ હતો અને મારા મમ્‍મીને ડાબા પગના સાંથળના ભાગે પણ પાઈપથી ઈજા થયેલ હતી બાદ ત્‍યાં માણસો ભેગા થઈ જતા આ બધા ત્‍યાંથી ભાગી ગયેલ હતા અને કોઈએ ૧૦૮ બોલાવી લેતા ૧૦૮ આવી જતા મને તથા મારા પતિ તથા મારા મમ્‍મી નસિનબેન તથા ફેજલભાઈને ૧૦૮માં બેસાડી પ્રથમ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવારમાં લઈ ગયેલ હતા અને મારા પતિ તથા મારા મમ્‍મી નસીનબેન તથા અમારા પડોશી ઇરઝાબેન નાઓને સીવીલ હોસ્‍પિટલમ ખાતે દાખલ કરેલ અને ત્‍યાં ડોકટરએ મારા પતિ ઇબનેમના શરીર ઉપર છરીના ઘા ઉંડા હોય વધુ સારવાર માટે ગોકુલ હોસ્‍પિટલ ખાતે લાવેલ છીએ અને તે બેભાન હાલતમાં છે.

ગઈ તા. ૧૪/૧ના રોજ અમોએ વીકીના પત્‍ની તથા વિકિના માતા સાથે તેઓના પાલતુ કૂતરો અમારા ઘર પાસે પેશાબ પાણી કરાવતા હોય જે બાબતનો ઠપકો આપતા આ બાબતનો ખાર રાખી ઉપરોક્‍ત આરોપીઓએ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી અમારા ઘરમાં પ્રવેશી મારા પતિને છરીથી જીવલેણ ઈજાઓ પહોંચાડી તેઓનું મોત નિપજાવવાની કોશિશ કરી તેમજ મને ધોકા પાઈપ વડે જમણા હાથના કાંડાના ભાગે ઇજા પહોંચાડી તેમજ મારા મમ્‍મી નશીનબેનને જમણા હાથની હથેળીમાં છરી વડે ઇજા કરી તેમજ પડોશીઓ ઇરજાબેન, હનીફાબેન તથા ફેજલભાઇ ઉપર ધોકા- પાઇપ વડે હુમલો કરી ઇજા કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે આજીડેમ પોલીસે ઉકત તમામ આરોપીઓ સામે હત્‍યાની કોશિષ સહિતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.(૨.૧૮)

 

 

(3:09 PM IST)