<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમરગઢ (ભીચરી) ગામ પાસે બીમારીથી અજાણ્‍યા પ્રૌઢનું મોત

કુવાડવા રોડ પોલીસે પ્રૌઢના વાલીવારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ, તા., ૧૬ : કુવાડવા નજીક અમરગઢ (ભીંચરી) ગામ પાસે અજાણ્‍યા પ્રૌઢનું બીમારીના કારણે મૃત્‍યુ નિપજયું હતું. મળતી વિગત મુજબ અમરગઢ (ભીંચરી) ગામ પાસે આવેલી વાડી પાસે આશરે પ૦ વર્ષનો અજાણ્‍યો પ્રૌઢ બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલ હોઇ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડયા હતા.

ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક પ્રૌઢની જમણી આંખ નીચે મસો છે. તેણે લાલ કલરનુ઼ ટીશર્ટ અને કાળા કલરના પટ્ટાવાળુ લોઅરપેન્‍ટ પહેરેલ છે. જો કોઇ આ પ્રૌઢના સગાસબંધી હોય તો કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૬૩પ૯૬ ર૭૪ર૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:13 PM IST)