<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

આટકોટ પંથકની ૭ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ-ગુપ્તાંગમાં ગંભીર ઇજાના કેસમાં રામસિંહ ઉર્ફે રામસીંગ ડુડવાને ફાંસીની સજા

એકાદ મહિના પહેલા ‘નિર્ભયા કાંડ' જેવી હચમચાવતી ઘટનામાં સ્‍પે. પોકસો કોર્ટે માત્ર ૩૩ દિવસમાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા ફટકારીઃ જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા અને એ.પી.પી પ્રશાંત પટેલ દ્વારા ‘રેરેસ્‍ટ ઓફ ધી રેર' કેસ ગણી આરોપીને ફાંસીની સજા કરવાની દલીલોને કોર્ટે સ્‍વીકારીઃ અધિક સેશન્‍સ. જજ શ્રી વી. એ. રાણાએ ઉઘડતી કોર્ટે ચુકાદો આપ્‍યો

સંજયભાઇ વોરા જીલ્લા સરકારી વકીલ પ્રશાંત પટેલ : મદદનીશ સરકારી વકીલ : આરોપી રામસિંહ ઉર્ફે રામસીંગ તેરસીંગ ડુડવા

રાજકોટ, તા. ૧૭: આટકોટ ખાતે ૭-વર્ષની બાળકી ઉપર બનેલ દુષ્‍કર્મના કેસમાં બનાવના ૩૩ માં દિવસે કોર્ટે કેસ પુરો કરી આજે આખરી ચુકાદો આપી આરોપી રામસીંગ તેરસીંગને રાજકોટ સેસન્‍સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.

પોલીસ, પ્રોસીકયુટર અને કોર્ટના સંયુકત પ્રયાસોથી સૌથી ઓછા દિવસમાં  આ કેસનો નિકાલ કરીને કોર્ટે આવા સમાજ વિરોધી નિંદનીય ગુનામાં ઝડપી કેસનો નિકાલ કર્યો હતો.

ગત તા.૦૪/૧૨/૨૦૨૫ ના રોજ આટકોટ તાલુકાના કાનપર ગામે ખેતરની ખુલ્લી જગ્‍યામાં બપોરના સમયે રમતી પોણા સાત વર્ષની બાળકીને ઉપાડી જઈ તેણીના ગુપ્ત ભાગમાં સળીયો ભરાવી ગંભીર રકતષાાવ કરનાર આરોપી રેમસીંગ તેરસીંગ ડુડવા, ઉ.વ.૩૦ મુળ રહે. મધ્‍ય પ્રદેશ સામેનો કેસ ચાલી જતાં સ્‍પેશ્‍યલ કોર્ટના જજ શ્રી વી. એ. રાણા એ આજે ઉઘડની અદાલતે ‘રેરેસ્‍ટ ઓફ ધી રેર' કેસ ગણીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, કાનપર ગામે બપોરના ૧૨-૦૦ કલાકે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્‍યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવેલ અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં ૬ ઈંચનો લોખંડનો સળીયો ભરાવી બળાત્‍કારનો ગુન્‍હો આચરેલ. આ ગુન્‍હો બનતા બાળકીની રાડારાડ સાંભળી બાજુના રૂમમાં રહેલ તેણીની મામી દોડી આવેલ ત્‍યારે આરોપી રેમસીંગ સ્‍થળ ઉપરથી ભાગી ગયેલો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્‍ત રકતષાાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્‍કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્‍બ્‍યુલન્‍સમાં લઈ ગયેલ. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી તેણીને યોગ્‍ય સારવાર માટે જસદણ સરકારી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવેલ. આ જગ્‍યાએ પણ બાળકીને મળવાપાત્ર વિસ્‍તળત સારવાર મળી શકે તેમ ન હોવાથી બાળકીને રાજકોટ જનાના હોસ્‍પિટલ ખાતે રાત્રીના ૯:૦૦ કલાકે લાવવામાં આવેલ આ સમગ્ર સમયગાળા દરમયાન અતિશય રકતષાાવ થયેલ હોવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડયોલોજીસ્‍ટ અને ગાયનેકોલોજીસ્‍ટના અભિપ્રાય મેળવવામાં આવેલ અને ત્‍યારબાદ જ બેભાન બાળકીની વિસ્‍તળત સારવાર કરવામાં આવતા તેણી બચી ગયેલ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરેલ પરંતુ આરોપીને કોઈએ જોયેલ ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવેલ હતી. તા.૦૮/૧૨/૨૦૨૫ ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવેલ હતો અને તેની પોલીસ રીમાન્‍ડ દરમ્‍યાન આ આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપેલ જે રકતથી રંગાયેલ હતો.

 આ ઉપરાંત બનાવ સ્‍થળે એફ.એસ.એલ. અધિકારીને પરીક્ષણ માટે બોલાવેલ જયાંથી આરોપીના માથાના વાળનો જથ્‍થો મળી આવેલ. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનુ ડી.એન.એ. પરીક્ષણથી જણાયેલ તેમજ લોખંડના સળીયા ઉપરનુ લોહી બાળકીનુ હોવાનુ પળથ્‍કરણ થયેલ. વધુ તપાસ દરમ્‍યાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્‍તારમાં જણાયેલ હતી.

આ મુજબની પોલીસ તપાસ પુર્ણ થયા બાદ તપાસનિશ અમલદારે ફકત અગિયાર જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજૂ કરી દીધેલ હતું. આ સમય દરમ્‍યાન બાળકીના પિતાએ અદાલતમાં એક વિસ્‍તળત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્‍કાલીક કેસ ચલાવી સખ્‍ત સજા આપવા રજૂઆત કરેલી હતી. પરીસ્‍થિતીની કરૂણતા અને બનાવની ગંભીરતા ધ્‍યાનમાં લઈને કોર્ટે આ કેસ રોજબરોજ ચલાવવાનો હુકમ કરી ૬-દિવસમાં પુરાવો નોંધવાનુ કાર્ય પુર્ણ કરેલ અને ૧૦ માં દિવસે આખરી ચુકાદો આપી દીધેલો હતો.

આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, બનાવ સ્‍થળેથી જે વાળ મળી આવેલા હતા તે વાળ મુળ સહીત ન હતા અને કપાયેલા હતા. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ કે મુળ સહીતના વાળ એક ચોકકસ પ્રક્રિયાથી જ કાઢી શકાય. બનાવ સમયે બાળકીને થતી અનહદ પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્‍યારે કપાયેલી પરિસ્‍થિતીમાં જ મળી શકે.

આરોપી તરફે બીજો બચાવ લેવામાં આવેલ કે, કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતુ લોહી બંધ થઈ ગયેલ હોવાનું જણાવેલ છે પરંતુ ત્‍યારબાદના મેડીકલ પેપર્સમાં રક્‍તષાાવ થતો હોવાનુ જણાવેલ છે, જેનાથી જણાય છે કે ભોગ બનનારને થતો રકતષાાવ થોડા સમયમાં જ બંધ થઈ ગયેલો હતો તેથી ભોગ બનનારને ગંભીર ઈજા થયેલ નથી. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતુ કે, અતિશય ગંભીર ઈજાઓના કારણે કાનપર થી જસદણ હોસ્‍પિટલ અને જસદણ હોસ્‍પિટલ થી રાજકોટ જનાના હોસ્‍પિટલ માટે લાવવામાં આવતી વખતે ભોગ બનનારને ફરીથી રક્‍તષાાવ ચાલુ થઈ શકે. આ કારણે કાનપરના એક ડોકટરની મામુલી નોંધ ના કારણે પ્રોસીકયુશનનો કેસ નબળો થતો નથી.

આરોપી તરફે ત્રીજો બચાવ લેવામાં આવેલ કે, આરોપીની ધરપકડ કરવામાં આવેલ ત્‍યાં સુધી આરોપીને ભોગ બનનાર બાળકી કે અન્‍ય કોઈએ ઓળખી બતાવેલ ન હોવાથી આ આરોપીને ફક્‍ત શંકાના આધારે પકડેલ હતો. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતુ કે, કોઈપણ ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. પ્રોસીકયુશન માટે જરૂરી એ છે કે, પોલીસ તપાસ પુર્ણ થાય ત્‍યારે તપાસનીશ અમલદાર પુરતા પુરાવા મેળવી શકે છે કે કેમ. આ કેસમાં તપાસનીશ અમલદારની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્‍યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેક્‍ટ્રોનીક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવેલ છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદ બંનેએ આટલી નાની ઉંમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપેલ છે.

આરોપી તરફે ચોથો બચાવ લેવામાં આવેલ કે, ઓળખ પરેડ વખતે આરોપી જેવો સમાન દેખાવ ધરાવતા ૭-વ્‍યક્‍તિઓ ખરેખર સમાનતા ધરાવે છે કે કેમ તે અંગે વિસંગતતા છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતુ કે, પ્રસ્‍થાપિત સિધ્‍ધાંત મુજબ જેટલી હદે શકય હોય તેટલી હદે સમાન દેખાવ ધરાવતા વ્‍યક્‍તિઓને બોલાવાના હોય છે. પરંતુ આ અને આખા શહેરમાં તપાસ કરી સમાન દેખાવના વ્‍યકિતઓને ગોતી લાવવા જરૂરી નથી. આ બંને ઓળખ પરેડ કોર્ટ સંકુલમાં વલ્‍નરેબલ સેન્‍ટરમાં થયેલ જેથી કોર્ટ સંકુલમાં શકય હોય તેટલા સમાન દેખાવ વાળા વ્‍યક્‍તિઓને લાવવાનો પ્રયાસ થયેલ છે.

આરોપી તરફે પાંચમો બચાવ લેવામાં આવેલ કે, આરોપી વિરૂધ્‍ધ પક્ષપાતી રીતે તપાસ કરી ખોટુ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવેલ હતુ કે,આ ગુન્‍હામાં આરોપી તરફે કાનપર ગામમાં હાજર નહી હોવાનો એકમાત્ર બચાવ હોય શકે. રીલાયન્‍સ જીયોના સી.ડી.આર. રીપોર્ટમાં મોબાઈલ ફોનનુ લોકેશન બનાવવાળા વિસ્‍તારનુ જ જણાઈ છે. આરોપી પાસેથી કબ્‍જે થયેલ મોબાઈલનુ આ સીમકાર્ડ આરોપીનુ હોવાનો કોઈ ઈન્‍કાર નથી. આ સંજોગોમાં બનાવ સમયે આરોપી આ વિસ્‍તારમાં શું કરતા હતા અને કયાં હતા તે અંગે ઉલટ તપાસમાં કે ફર્ધર સ્‍ટેટમેન્‍ટમાં કોઈ ચોખવટ નથી. બળાત્‍કાર જેવા કિસ્‍સામાં આરોપી તરફે ફકત એલીબીનો જ બચાવ માન્‍ય છે. આ માટે સમગ્ર બર્ડન આરોપી ઉપર છે. આવુ કોઈ બર્ડન આરોપીએ ડીસ્‍ચાર્જ કરેલ નથી તેથી પ્રોસીકયુશનનો આરોપી વિરુધ્‍ધનો કેસ પુરવાર થાય છે. તેમ ઠરાવીને કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

આ કેસમાં જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. શ્રી પ્રશાંતભાઈ પટેલ રોકાયેલા હતા.

(2:53 PM IST)