<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઉદ્યોગનગર કોલોનીમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ : છ શખ્‍સો સામે કાર્યવાહી

એ-ડીવીઝન પોલીસે ગજેન્‍દ્ર ઉર્ફે ગજ્‍જો, ભાવેશ, હર્ષદ, અમિત, જગદીશ અને અનીલ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી : પાંચ પક્‍ડાયા

રાજકોટ તા.૧૭ : શહેર ગોંડલ રોડ પર ઉદ્યોગનગર કોલોનીમાં જાહેરમાં ગાળો બોલવા બાબતે બે પક્ષો વચ્‍ચે મારામારી થતા આ બનાવનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ એ-ડીવીજન પોલીસે છ શખ્‍સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ ઉદ્યોગનગર કોલોનીમાં ગઇકાલે રાત્રે બે પક્ષો વચ્‍ચે મારામારી થતી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જે અંગે એ-ડીવીઝન પોલીસના હેડકોન્‍સ મહેશભાઇ ચાવડા સહિતના સ્‍ટાફે તપાસ કરી આ મામલે નામચીન ગજેન્‍દ્ર ઉર્ફે ગજ્‍જો બહાદૂરસિંહ જાદવ(રહે. ઉદ્યોગનગર કોલોની), ભાવેશ વિનોદભાઇ મકવાણા, હર્ષદ રામશીભાઇ ઠાકોર, અમીત નિલેશભાઇ કુકાવા, જગદીશ રાકેશભાઇ ઉઘરેજીયા અને તેના ભાઇ અનીલ (રહે. તમામ લોહાનગર) સામે બખેડાની કલમ હેઠળગુનો દાખલ કરી ગજેન્‍દ્ર ઉર્ફે ગજ્‍જો સહિત પાંચ શખ્‍સોને લઇ એક શખ્‍સની શોધખોળ હાથધરી છે. ઉદ્યોગનગરમાં ગાળાગાળી કરવાના મામલે નામચીન ગજેન્‍દ્ર ઉર્ફે ગજ્‍જો અને અન્‍ય શખ્‍સો વચ્‍ચે ઝઘડો થયા બાદ મારામારી થઇ હતી

(3:53 PM IST)