<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

રામનગરમાં ગાળો બોલવા બાબતે શુભમ ચાવડાને ફડાકો મારી અપમાનીત કર્યો

થોરાળા પોલીસમાં રવી મકવાણા, અજય અઘોલા, શની મકવાણા અને મહેશ વિરૂધ્‍ધ એટ્રોસીટીની ફરિયાદ

રાજકોટ, તા.૧૭: નવાથોરાળા રામનગરમાં સાસુના ઘરે જમવા આવેલા યુવાનને ગાળો કેમ બોલો છો! કહી ચાર શખ્‍સોએ ફડાકો મારી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરતા યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ એંસીફૂટ રોડ પર ખોડીયારનગર શેરી નં.૧માં આજીવસાહત પાસે રહેતો શુભમ અરવિંદભાઇ ચાવડા (ઉ.વ.૨૫) એ થોરાળા પોલીસ મથકમાં રવી મકવાણા, અજય મહેશભાઇ અઘોલ, શનિ ઉર્ફે લાલો અશોકભાઇ મકવાણા, અને મહેશ સાથે ફરિયાદ નોંધાવી છે. શુભમે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે તે માતા-પિતા પત્‍ની અને નાનાભાઇ સાથે રહે છે. અને મીશો કંપનીમાં ઓનલાઇન ડીલીવરીનું કામ કરે છે. ઉતરાયણના દિવસે તે તેની પત્‍ની અંજલી બંને નવા થોરાળામાં રામનગર શેરી નં.૫માં રહેતા સાસુના ઘરે જમવા માટે ગયા હતા. ત્‍યાં પત્‍નીને ઝીંઝરા ખાવા હોવાથી તે ઝીંઝરા લઇને ઘરે આવ્‍યો ત્‍યારે રવી મકવાણા સહિત ચારેય આરોપીઓ આવીને કહ્યું કે અહીયા ગાળો કેમ બોલો છો તેમ કહી  ફરિયાદીને ફડાકોમારી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કર્યો હતો. અને તમારૂ અહીંયા એક મકાન છે. તમને અહીંયા નહી રહેવા દઉં અને મકાન ખાલી કરી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે યુવાને થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એસીપી બી.વી. જાધવે તપાસ હાથધરી છે.

 

(3:09 PM IST)