તા. ૧૮ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧ બુધવાર
કાલે મનપાની વર્તમાન બોડીનું છેલ્લુ બોર્ડઃ ભાજપ કોર્પોરેટરોના ગ્રાન્ટ જેવા સરકારી સવાલો તથા કોંગ્રેસના બીયુપી- ફલાવર બેડ- કાર્યક્રમોના ખર્ચ સહિતના પ્રશ્નો
ભાજપના ૧૧ નગરસેવકોના ૨૨ તથા કોંગ્રેસના ૩ કોર્પોરેટરોના ૯ સહિત કુલ ૩૧ પ્રશ્નો રજુ કર્યાઃ ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા.૧૯: રાજકોટ મહાનગરપાલિકાનું દ્વિમાસિક જનરલ બોર્ડ આગામી આવતીકાલે તા.૨૦ને મંગળવારે સવારે ૧૧ કલાકે બોલાવવા ગત સપ્તાહે મેયરની સુચનાથી ઇ. સેક્રેટરીએ એજન્ડા બહાર પાડયો છે. કુલ ૧ર દરખાસ્ત પૈકી આઠ દરખાસ્ત તો નામકરણની છે. જયારે અન્ય દરખાસ્તો સ્ટે.કમીટીએ મંજૂર કરેલી નીતિ વિષયક છે.
આ બોર્ડના એજન્ડા પર પ્રથમ ભાજપના કોર્પોરેટરનો હોય, શાસક પક્ષના સામાન્ય ઙ્ક‘ોની ચર્ચામાં જ વધુ એક બોર્ડ પુરૂ થઇ જાય એવું બનશે. બીજી તરફ ભાજપની વર્તમાન બોડીની ટર્મ માર્ચ મહિનાના મધ્યમાં પૂરી થઇ રહી છે. આથી મોટા ભાગે ચાલુ બોડીનું આ અંતિમ જનરલ બોર્ડ હશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા આવતીકાલે સવારે ૧૧::૦૦ કલાકે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઈ છાયા સભા ગળહમાં મેયરના નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ બોર્ડમાં કુલ ૧૪ કોર્પોરેટરે ૩૧ પ્રશ્ન‘ મૂકયા છે. જેમાં કોંગ્રેસના ત્રણ સભ્યોના ૯ અને ભાજપના ૧૧ સભ્યોના ૨૨ છે.
પ્રશ્નતરીમાં પહેલો પ્રશ્ન‘ વોર્ડ નં.૯ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો છે જેઓએ બે વર્ષમાં અમળત યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ મળી અને કેટલા કામો થયા તેવું પુછયું છે. બે વર્ષમાં સ્વર્ણિમ યોજના અંગે આવી જ માહિતી માંગી છે.
બીજા ક્રમે રૂચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઇટની સંખ્યા, ફરિયાદો, ડામર રી-કાર્પેટની વોર્ડવાઇઝ વિગતો પૂછી છે. તો ત્રીજા ક્રમે કંકુબેન ઉધરેજાએ ટીપીના પ્લોટ, આંગણવાડીઓ, ચોથા ક્રમે વિનુભાઇ સોરઠીયાએ આરોગ્ય ગ્રાન્ટ અને ફાયર વિભાગના સાધનોની વિગતો પૂછી છે. પાંચમા ક્રમે દક્ષાબેન વાઘેલાએ વોર્ડ વાઇઝ કોર્પો.ની મિલ્કતો, લાયબે્રરી અને તેના સભ્યો અને પુસ્તકોની વિગત પૂછી છે. આમ ભાજપના ઙ્કથમ છ ઙ્ક‘ સરકારી માહિતી અને આંકડા માંગતા હોય તેવા જ બની રહેતા આ ચર્ચામાં જ બોર્ડ પુરૂ થઇ જાય તેમ લાગે છે.
છઠ્ઠા ક્રમે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ ત્રણ પ્રશ્નો રજૂ કર્યા છે. ટીપી શાખામાં તા.૧૧-૧૧-૨૦૨૫ સુધીમાં કુલ જુદા જુદા વોર્ડમાંથી ૪૯ બિલ્ડીંગની સ્થળ ચકાસણી પૂરી કરી હતી તે પૈકી આઠ બાંધકામોને ભોગવટા પરવાનગી આપવાની અનુમતિ આપેલ છે તો તેમાંથી કેટલા બાંધકામોના પૈસા ભરાયા અને જો નથી ભર્યા તો તેની સામે શું શું પગલાં લીધા? ફલાવર બેડની નવી અરજીનું સ્ટેટસ, સરકારની છુટછાટથી ફાયદો પૂછયા છે. સાંસ્કળતિક વિકાસ વિભાગના પાંચ વર્ષના ખર્ચ સ્વર્ણિમ ગ્રાન્ટની વિગતો પણ પૂછી છે.
દરખાસ્તો
એજન્ડા પર નામકરણની આઠ દરખાસ્ત છે. મવડીના સ્પોર્ટસ કોમ્પલેક્ષને અટલ બિહારી વાજપેયી, સાધુ વાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસેના ગાર્ડનને શહીદ હેમુ કાલાણી ગાર્ડન, વોર્ડ નં.૧૦, શિવશકિત કોલોની સામેના ગાર્ડનને વીર શહીદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન, વોર્ડ નં.૧૦ એસ.એન.કે. ચોકમાં જે.કે. ચોકથી નીલ કલબ તરફના જુના યુનિ. રોડને શ્રી ઉમિયાજી માર્ગ, વોર્ડ નં.પ રણછોડનગર-૧૦ને સ્વાતંત્ર્ય સેનાની શ્રી મનુભાઇ વિઠલાણી, વોર્ડ નં.૪માં લાલપરી મેલડી માતાજી પાસેના ચોકને સરદાર પટેલ ચોક, વોર્ડ નં.૧૬ હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને જયંતભાઇ ઠાકર ચોક નામ, વોર્ડ નં.૧૩ ગોંડલ રોડ, લેઉવા પટેલ ક્રયા છાત્રાલય સામેના ખોડીયારનગર શાકમાર્કેટ સુધીના માર્ગને આઇશ્રી સોનલમા માર્ગ નામકરણ કરવા દરખાસ્ત છે.
રેલ્વે જંકશન મેઇન રોડના ડિમોલીશનગ્રસ્તોને વૈકલ્પિક જમીન, મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનોની હરાજી, ર૦૦ કરોડની લોન લેવા કમિ‘રને અધિકળત કરવા, સફાઇ કામદારોને મેડીકલ સર્ટી. કોર્પો.ના આરોગ્ય અધિકારી પાસેથી મળી શકે તેવી સ્ટે.કમીટીએ મંજૂર કરેલી દરખાસ્ત એજન્ડા પર છે.
ઇસ્ટ ઝોનમાં ડે.ઇજનેર પર હુમલો કરનાર કોન્ટ્રાકટરની એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં કોની શરમ? અધિકારીઓની સલામતીનું શું?
રાજકોટઃ આગામી સંભવિત અંતિમ જનરલ બોર્ડમાં કોંગ્રેસના વોર્ડ નં.૧૫ના અન્ય કોર્પોરેટરોએ પણ પ્રશ્નો મુકયા છે જેમાં તાજેતરમાં ઇસ્ટ ઝોનના ડે.ઇજનેર પર હુમલાની ઘટનાનો પડઘો પણ દેખાયો છે. કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ પુછયું છે કે, કોન્ટ્રાકટરે ડે.ઇજનેર પર હુમલો કરીને ધમકી આપી હતી. કર્મચારીઓ અને અધિકારીઓ સલામત નથી. મનપાની એ.સી. ચેમ્બરમાં બેસતા ઉચ્ચ અધિકારીના પેટનું પાણી કેમ હલતું નથી. વોર્ડ નં.૧૮માં બનેલા આ બનાવ બાદ હજુ સુધી કેમ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની કાર્યવાહી કરાતી નથી? આવી હુમલાખોર એજન્સીને કેમ છાવરવામાં આવે છે? કેમ કોઇ ફરિયાદી બનતું નથી? હવે આવો બનાવ બને તો જવાબદારી કોની? રાજકોટમાં રોગચાળા, આરોગ્ય વિભાગની કામગીરી, ટ્રાફિક સિગ્નલ અંગેની વિગત તેઓએ પૂછી છે. કોમલબેન ભારાઇએ શાળા નં.૯૯ના નવા બિલ્ડીંગ, ટીપી વિભાગે સીલ કરેલા બિલ્ડીંગના સીલ કોઇ તોડે તો શું કાર્યવાહી? ૧૮ વોર્ડમાં કરેલી કામગીરી, પ્રદુષણ નિવારવા અપાયેલી નોટીસ અંગેની વિગતો તેમણે પૂછી છે.











