<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

રાજકોટ (પૂર્વ)માં વિકાસની રફતારઃ ધારાસભ્‍ય ઉદય કાનગડની ત્રણ વર્ષની કામગીરીનું જનસેવાનું સરવૈયું જાહેર

૩ વર્ષમાં ૧૮ કરોડથી વધુ ગ્રાન્‍ટના વિકાસ કામોઃ જનસેવા કાર્યાલયનો ૭૨,૦૦૦ નાગરિકોએ લાભ લીધાઃ સી.એમ. રાહત ફંડમાંથી ૯ કરોડની મેડિકલ સહાયઃ ૬૬ કે.વી. લાઈન હટાવવા સહિતના મહત્‍વના પ્રશ્નો ઉકેલાયા

રાજકોટઃ રાજકોટ (પૂર્વ) વિધાનસભા બેઠક-૬૮ ના ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડના કાર્યકાળના પ્રથમ ત્રણ વર્ષ પૂર્ણ થતા, તેમની સમગ્ર કામગીરીનો સચિત્ર અહેવાલ પુસ્‍તિકા ‘જનસેવાનું સરવૈયું' સ્‍વરૂપે જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો છે. આ પુસ્‍તિકાનું વિમોચન ‘વડીલ વંદના' કાર્યક્રમમાં પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ધારાસભ્‍યએ આ સેવાકીય યાત્રામાં સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ અને નાગરિકોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

જનસેવા કાર્યાલય અને ગ્રાન્‍ટનો સદુપયોગઃ ધારાસભ્‍ય બન્‍યાના માત્ર એક માસમાં પેડક રોડ પર શરૂ કરાયેલ જનસેવા કાર્યાલય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

છેલ્‍લા ત્રણ વર્ષમાં ૭૨,૦૦૦ થી વધુ લોકોએ આ કાર્યાલયની મુલાકાત લઈ સરકારી યોજનાઓનો લાભ લીધો છે.

વિધાનસભા-૬૮ માં આવતા વોર્ડ નં. ૩, ૪, ૫, ૬, ૧૫ અને ૧૬માં ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી કુલ રૂ. ૧૮ કરોડ થી વધુ રકમ વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવી છે.

ગંભીર બીમારીઓ જેવી કે કેન્‍સર, કિડની, હૃદયરોગ વગેરે માટે મુખ્‍યમંત્રી રાહત ફંડમાંથી ૯ કરોડ રૂપિયાથી વધુની સહાય મંજૂર કરાવવામાં આવી છે.

પાયાની સુવિધાઓ અને મોટા પ્રોજેક્‍ટ્‍સઃ ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને સરકાર સમક્ષ રજૂ કરેલા અને મંજૂર થયેલા મુખ્‍ય કામો નીચે મુજબ છેઃ

કુવાડવા રોડનું રિ-સરફેસિગ અને બ્‍યુટીફિકેશન

પેડક રોડને બ્‍યુટીફિકેશન સાથે ગૌરવ પથ બનાવવો.

લાલપરી અને રાંદરડા તળાવનો વિકાસ તથા ઈસ્‍ટ ઝોનમાં પાર્ટી પ્‍લોટનું નિર્માણ.

વોર્ડ નં. ૪ માં નદી કાંઠે સ્‍મશાન બનાવવું.

વિવિધ સુચિત સોસાયટીઓને રેગ્‍યુલરાઈઝ કરવા માટે કલેક્‍ટરશ્રીને રજૂઆત.

મહારાણા પ્રતાપ કોમ્‍યુનિટી હોલ અને અન્‍ય વિસ્‍તારોમાં નડતરરૂપ ૬૬ કે.વી. ની હાઈટેન્‍શન લાઈન હટાવવાનો નિર્ણય કરાવી પ્રજાને મોટી રાહત અપાવી.

સેવાકીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ

વિકાસ કામોની સાથે સામાજિક ઉત્તરદાયિત્‍વ નિભાવતા નીચે મુજબના કાર્યો સતત થયા છેઃ

શિયાળામાં બાળકોને સ્‍વેટર વિતરણ અને ધોરણ ૧૦-૧૨ ના તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ.

પ્રધાનમંત્રીના જન્‍મદિવસે ૧૨,૫૦૦ બાળકોને ચોકલેટ અને તુલસી વિવાહ પ્રસંગે ૧૦,૦૦૦ તુલસી રોપાનું વિતરણ.

સર્વરોગ નિદાન કેમ્‍પ, આયુષ્‍યમાન કાર્ડ કેમ્‍પ અને કાર્યકર્તાઓ માટે વીમા કવચ.

વિકસિત ભારત અને ગુજરાતનો સંકલ્‍ આ તકે ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીના વિકસિત ભારતના સંકલ્‍પમાં ગુજરાત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજયનો સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. રાજકોટ શહેર પણ તેજ રફતારથી આગળ વધી રહ્યું છે ત્‍યારે, જનપ્રતિનિધિ તરીકે લોકોએ મુકેલા વિશ્વાસને સાર્થક કરવા અને પારદર્શિતાથી કામ કરવા હું કટિબદ્ધ છું

(4:16 PM IST)