News of Wednesday, 21st January 2026
માર્કેટ યાર્ડ પાસેથી બેભાન મળેલા શંકરભાઇ નામના આધેડનું મોત
વાલીવારસ હોય તો બી-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૧: જુના માર્કેટ યાર્ડ પાસેથી એક આધેડ અર્ધબેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તે બિમારીને કારણે અસ્વસ્થ હોઇ સારવાર બાદ સ્વસ્થ થતાં પોતાનું નામ શંકરભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.૪૫) જણાવ્યું હતું. તેના કોઇ વાલીવારસ ન હોઇ હેલ્પડેસ્ક સ્ટાફની દેખરેખ હેઠળ સારવાર ચાલુ હતી. દરમિયાન તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકના વાલીવારસની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
(11:48 AM IST)










