News of Wednesday, 21st January 2026
હોકર્સઝોનના પાર્કિંગમાં ગેરકાયદે કબ્જો કરનાર સામે પગલા ભરોઃ રજૂઆત

રાજકોટઃ મહાનગરપાલિકાએ શાકભાજી સહિતના નાના ધંધાર્થીઓને જગ્યા ફાળવવા હોકર્સઝોન બનાવ્યા છે. જેમાં દરેક ધંધાર્થીઓ પાસેથી માસિક રૂપિયા ૧૦૦૦ ટોકન ભાડુ લઇ જગ્યા આપવામાં આવી છે. પરંતુ શહેરના આહિર ચોક પાસે આવેલ હોકર્સઝોનમાં શાકભાજીના ધંધાર્થીઓ ભાડુ ભરતા હોવા છતા અમુક માથાભારે શખ્સો દાદાગીરીથી વાહન ર્પાકિંગ કરતા હોવાની ફરિયાદના પગલે તંત્ર દ્વારા ગેઇટ ઉપર પાઇપ ફિટ કરવાની કામગીરી શરૂ કરેલ જેને માથાભારે શખ્સોએ અટકાવી કોન્ટ્રાક્ટરને હાંકી કાઢતા હોકર્સઝોનના ધંધાર્થીઓએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરી આ મુદ્દે કડક પગલા લેવા જણાવ્યુ હતું.(તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:31 PM IST)










