<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

નવાગામમાં ક્રિકેટ રમી રહેલા યુવાનનું બાઇકની ઠોકરે ચડી જવાથી મોત

મુળ બિહારનો મુમતાઝભાઇ મોહમદ પાંચ વર્ષથી અહિ રહી કંપનીમાં કામ કરતો હતોઃ પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૧: નવાગામના દિવેલીયાપરામાં રહેતાં યુવાનનું ઘર પાસે ક્રિકેટ રમતો હતો ત્‍યારે બાઇકની ઠોકરે ચડી જતાં ઇજા થવાથી મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામના દિવેલીયાપરામાં રહેતો મુમતાઝ મોસ્‍લીમભાઇ  મોહમદ (ઉ.વ.૨૮) તા. ૧૮ના રોજ  નવાગામ સ્‍વસ્‍તીક ફૂડ નામની કંપનીની પાછળ આવેલા સિમેન્‍ટ રોડ પાસે મેદાનમાં બીજા છોકરાઓ સાથે  ક્રિકેટ રમતો હતો ત્‍યારે જીજે૦૩બીએલ-૫૨૬૪ નંબરના બાઇકચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતો. તેનું સારવાર દરમિયાન સિવિલ હોસ્‍પિટલમાં મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવ અંગે જે તે વખતે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વી. જે. ગોહેલે મૃતકના ભાઇ હાલ મેટોડા જીઆઇડીસીમાં રહેતાં મુળ બિહાર પીપરાઉના હિમતાઝ મોસ્‍લીમભાઇની ફરિયાદ પરથી બાઇકચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. મૃત્‍યુ પામનાર મુમતાજભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને નવાગામ ખાતે પાંચ વર્ષથી રહી કંપનીમાં નોકરી કરતો હતો. બનાવને દિવસેક ંપનીમાં રજા હોઇ જેથી બધા છોકરાઓ ક્રિકેટ રમવા ગયા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. બનાવથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

(4:02 PM IST)