News of Wednesday, 21st January 2026
બેડી ચોકડીએ ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ કારના ચોરખાનામાંથી મળ્યો રૂા. ૭૬ હજારનો દારૂ
કુલ ૩.૮૧ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પેડક રોડ મારૂતિનગરના ધવલ મુંડીયાની ધરપકડઃ હેડકોન્સ. અર્જુનભાઇ ડવ, કોન્સ. ગોપાલભાઇ પાટીલની બાતમી

રાજકોટ, તા.૨૧: બેડી ચોકડી બ્રીજ નીચે રાધામીરારોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી કારમાં ચોરખાનામાં સંતાડેલી રૂા.૭૬ હજારની વિદેશીદારૂ ભરેલી કાર સાથે કાર ચાલકને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ બેડીચોકડી નજીક રાધામીરા રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં એક શખ્સ વિદેશીદારૂ ભરેલી કાર લઇને નીકળ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાંચના હેડકોન્સ અર્જુનભાઇ ડવ, કોન્સ પ્રશાંતભાઇ ચુડાસમા તથા ગોપાલભાઇ પાટીલ ને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી બેડી ચોકડી પાસે પંચવટી સોસાયટી માંથી એન્ડેવર કારમાં ડ્રાઇવરસીટની પાછળની સીટ નીચ ચોરખાનુ બનાવી તેમાં સંતાડેલી રૂા.૭૬હજારના વિદેશી દારૂ ભરેલી ૧૯ બોટલ કાર સાથે ધવલ મનસુખભાઇ મુંડીયા (ઉ.વ.૩૫) (રહે. પેડકરોડ પર મારૂતીનગર શેરીનં.૧) ને પકડી લઇ દારૂનો જથ્થો તથા કાર મળી રૂા. ૩.૮૧લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
(4:03 PM IST)










