<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

પરાપીપળિયાની મુલાકાતે અનંદુ સુરેશ ગોવિંદઃ સરકારી કેન્‍દ્રોની મુલાકાતઃ લોકો સાથે સંવાદ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતનો દોર આગળ વધ્‍યો

રાજકોટ જિલ્લાના પરાપીપળીયા ગામની વિવિધ સરકારી કચેરીઓની ડી.ડી. ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ મુલાકાત લીધી હતી.

રાજકોટઃ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ રાજકોટ તાલુકાના પરાપીપળીયા ગામ પંચાયતની મુલાકાત લઇ તલાટીની તમામ કામગીરીનો રીવ્‍યુ કરી તથા પંચાયતની વેરા વસુલાતનો રીવ્‍યુ કરી ૧૦૦ ટકા વસુલાત કરવા સુચના આપેલ, ગ્રામ સભામાં વેરા વસુલાત બાબતેની ચર્ચા કરવી, પોતાના ગામમાં સરકારી સંસ્‍થાઓ જેવી કે આરોગ્‍ય કેન્‍દ્ર, આંગણવાડી, શાળાની નિયમિત મુલાકાત લેવા તથા ઇ ગ્રામ અંતર્ગત મળતી તમામ સુવિધાનાં બોર્ડ લગાવવાની સુચના આપવામાં આવી, તથા દરરોજ સમયસર નિયમિત હાજરી આપવા કડક સુચનાઓ આપવામાં આવી.પ્રાથમિક શાળા, આંગણવાડી વગેરેની મુલાકાત લીધી હતી.  

સખી મંડળની બહેનો સાથે ચર્ચા કરી અને તેમને યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવ્‍યું, સખી મંડળની કામગીરી મારફતે બહેનોનું આર્થિક ઉત્‍થાન થઇ શકે તે માટે ચર્ચા કરી જરૂરી સુચનાં આપવામાં આવી, સખી મંડળ દ્વારા કેન્‍ટીન માટે રજુઆત મળતા તે બાબતે ચર્ચા કરવામાં આવી ગામ લોકો સાથે સંવાદ કરી તેમની રજુઆતો સાંભળવામાં આવી તથા મળેલ રજૂઆતો બાબતે લગત અધિકારીશ્રીઓને જરૂરી સુચના આપી હતી. 

(2:34 PM IST)