તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 22nd January 2026
કલોરીન સેફટી કીટનો ઉપયોગ કેમ કરવો?
આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે કર્મચારીઓને તાલીમ આપવામાં આવી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ અંતર્ગત આજી ઝોનના આજી ફિલ્ટર પરના ઓપરેટીંગ સ્ટાફને કલોરીન યુનીટમાં લીકેજ થતા લીકેજ કેવી રીતે બંધ કરવું તથા આ લીકેજ બંધ કરવા માટે SCBA સેટનો ઉપયોગ કેવી રીતે કરવો તથા કલોરીન સેફટી કીટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી. આ તાલીમ કેમિસ્ટ એ. બી. જાડેજા દ્વારા ના.કા.ઇ. ડી.વાય. ત્રિવેદી, એ.ઇ. (ઇલે.) આકાશ ગોહિલ, એ. એ.ઇ. (મિકે.) પી. જી. પ્રજાપતિ તથા એડી. સિટી ઇજનેર (ઇચા) કે. પી. દેથરીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતી.
(3:21 PM IST)










