News of Thursday, 22nd January 2026
કાલે નરેન્દ્રભાઇના અધ્યક્ષસ્થાને પીએમએસવીએ નિધીનો તિરૂવનંતપુરમ ખાતે કાર્યક્રમઃ રાજકોટમાં જીવંત પ્રસારણ
અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે સવારે ૧૦ કલાકે આયોજનઃ નવી તથા બીજા અને ત્રીજા તબકકાની લોન અરજીઓ સ્થળ પર કરી શકાશેઃ બેંક પ્રતિનિધિઓ હાજર રહેશે

રાજકોટ, તા. રર : તા. ર૩ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને PMSVAnidhi યોજનાનો કાર્યક્રમ તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજવાનો છે. આ કાર્યક્રમની સમાંતર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૩/૦૧/૨૦૨૬ને શુક્રવારના રોજના અરવિંદભાઈ મણીયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે.
આ કાર્યક્રમ રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સમાંતર રીતે યોજવામાં આવશે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તીરુવનંતપુરમ, કેરળ ખાતેના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા જણાવે છે
પ્રથમ તબક્કામાં રૂ. ૧૫,૦૦૦ ની બીજા તબક્કામાં રૂ. ૨૫,૦૦૦ ની અને ત્રીજા તબક્કામાં રૂ.૫૦,૦૦૦ ની જામીનગીરી મુક્ત ર્વકિંગ કેપિટલ લોન આપવામાં આવે છે તેમજ ડીજીટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. ૧૬૦૦ નું કેશબેક પણ મળવાપાત્ર છે. બીજા તબક્કાની લોન પૂર્ણ કરેલ શેરી ફેરીયાઓને રૂ. ૩૦,૦૦૦ ની મર્યાદામાં ક્રેડીટ કાર્ડની પણ સુવિધા પણ ઉપલબ્ધ બનશે.
આ તમામ લાભાર્થીઓને પ્રતિકાત્મક રીતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સહાય વિતરણ પણ કરવામાં આવશે સાથો સાથ કાર્યક્રમ સ્થળે નવી લોન અરજીઓ તથા બીજા તબક્કાની અને ત્રીજા તબક્કાની લોન અરજીઓ પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં બેંકો દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સને ક્રેડિટ કાર્ડ (CC)થી મળતી સુવિધાઓ અને લાભોની જાણકારી માટે તાલીમ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બેન્કોના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખવામાં આવશે. તેમ
આ કાર્યક્રમને સફળ બનાવવા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, નાયબ કમિશનર એસ. જે. ધડુકના માર્ગદર્શન હેઠળ સહાયક કમિશનર વિપુલ ડી. ઘોણીયા, પ્રોજેક્ટ ઓફિસર રાજીવ ગામેતી જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:24 PM IST)










