News of Thursday, 22nd January 2026
કોઠારીયા રોડ રામવનની સામે મકાનમાં દરોડોઃ ૧લાખના દેશીદારૂના જથ્થા સાથે ચેતન પકડાયો
ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા તથા સ્ટાફનો દરોડોઃ ૫૦૦ લીટર દેશીદારૂ ભરેલા ૧૦ બાચકા કબ્જે

રાજકોટ, તા.૨૨: કોઠારિયા મેઇન રોડ પર કિશન ગોૈશાળાની પાછળ રામવનની સામે મહિલાના મકાનમાં ક્રાઇમબ્રાંચનની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રુા.૧ લાખની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર રામવનની સામે મહિલાના મકાનમાં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીમળતા ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારિયા, સંજયભાઇ દાફડા સહિતના સ્ટાફે કોઠારિયા મેઇનરોડ પર કિશાન ગોૈશાળાની પાછળ રામવનની સામે રેખાબેનના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનમાંથી રૂા.૧,૦૪,૦૦૦ની કિંમતનો ૫૨૦ લીટર દેશીદારૂ ભરેલી ૧૦૦ કોથળીના ૧૦ બાચકા મળી આવતા ત્યાં હાજર ચેતન બાબુભાઇ દેગામા (ઉ.૩૮) (રહે. વેલનાથ જડેશ્વર સોસાયટી કોઠારીયા રોડ ખોખડદડ નદીના પુલ પાસે)ને પકડી લીધો હતો.
(3:57 PM IST)










