<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

માર્ચમાં યોજાનાર શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના કાર્યાલયનો શુભારંભ

સર્વ પિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર અને તથાસ્‍તુ વિદ્યાપીઠ દ્વારા રાજકોટમાં

રાજકોટઃ ફરી એકવાર રાજકોટમાં સર્વજ્ઞાતિ પિતળના મોક્ષાર્થે રાધે રાધે પરિવાર તથા તથાસ્‍તુ વિધાપીઠના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ૨૭ માર્ચ થી ૨ એપ્રિલ ૨૦૨૬ ના શુભ દિવસોમાં રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પૂજ્‍ય જીગ્નેશ દાદા રાધે રાધે દ્વારા દિવ્‍ય વાણીનું રસપાન કરવામાં આવશે.  શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના કાર્યાલયનો શુભારંભ તા. ૨૦  ના રોજ જુની ગેસફોર્ડ ટોકીઝની સામે, HDFC બેંકની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે શ્રી જીગ્નેશ દાદા રાધે-રાધેના વરદ હસ્‍તે કરવામાં આવશે. આ પ્રસંગે શ્રી રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી - રાજુભાઈ પોબારૂ, કારોબારી પ્રમુખશ્રી ડો. નિશાંતભાઈ ચોટાઈ, કાયદેઆઝમ તરીકે જાણીતા ડો. પુરુષોતમભાઈ પીપરીયા, મંત્રીશ્રી રીટાબેન કોટક, ધવલભાઈ ખખ્‍ખર, રાજકોટ સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલ એસોશીએશનનાં પ્રમુખશ્રી અવધેશભાઈ કાનગડ, જલારામ ટ્રાન્‍સપોર્ટ - શ્રી હસુભાઈ ભગદેવ, શ્રી છબીલભાઈ પોબારૂ, શ્રી દિશીતભાઈ પોબારૂ તેમજ રાજકોટ શહેરનાં ઘણાં કથાપ્રેમી લોકો આ અવસરે હાજર રહેલ જોવા મળે છે. આ સર્વજ્ઞાતિ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મુખ્‍યત્‍વે આર્થિક અને ચિંતીત પરિવારોના બાળકોને એજ્‍યુકેશન આપવા માટે અમરેલી-લાઠી હાઇ-વે પર આકાર લઇ રહેલી ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ'ના લાભાર્થે છે. જેમાં આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો ધોરણ ૧૧ અને ૧૨ સાયન્‍સમાં અભ્‍યાસ કરવા ઉપરાંત રહેવા-જમવાની સુવિધા સાથેનું મહાકાય સંકલ્‍પ કરેલ છે. આ નિર્માણાધીન સંકુલ ૨૦૨૭ સુધીમાં કાર્યરત થઇ જશે અને હજારો વિદ્યાર્થીઓ ત્‍યાં વિનામૂલ્‍યે ભણી શકશે. આ ઉપરાંત રાધે રાધે પરિવાર દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ભવિષ્‍યમાં પુજ્‍ય શ્રી જીગ્નેશદાદા રાધે રાધે દ્વારા આલીશાન વળધ્‍ધાશ્રમ અને અનાથાશ્રમ પણ બનાવવાની ઇચ્‍છા વ્‍યકત કરવામાં આવી છે. આ કથા રાજકોટની છે, કથા છે સર્વજ્ઞાતિ પિતળ મોક્ષાર્થે રાજકોટના તથા સૌરાષ્‍ટ્રના દરેક કથા રસિકોને એમના પિતૃ મોક્ષાર્થે આ કથા શ્રવણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. તથા આ કથામાં પોથી માત્ર રૂા. ૩૧૦૦૦ના અનુદાનથી નોંધાવી શકાશે. આ કથામાં પોથી નોંધાવવા આજે જ કાર્યાલય - જુની ગેસફોર્ડ ટોકીઝની સામે  HDFC બેંકની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે અથવા ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરવા વિનંતી કથા આયોજક તરફથી કરવામાં આવી છે.

(3:45 PM IST)