<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

૮૦ ફુટ રોડ પર અદ્યતન કોમ્‍યુનીટી હોલ બનશે

શાસકોએ કરી ચુંટણીની તૈયારી... મનપા અડધા કિ.મી.માં બીજો હોલ બનાવશે : શેઠ હાઇસ્‍કુલની બાજુમાં ૧૭.૨૦ કરોડના ખર્ચે એ.સી. અને નોન એસીની સુવિધા સાથેનો બનશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

 

 રાજકોટ, તા.,૨૩ : મનપા દ્વારા લોકોની સુખાકારી માટે વિવિધ પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહયા છે. ત્‍યારે  વોર્ડ નં.૧૪માં ૮૦ ફુટ રોડ પર આવેલ શેઠ હાઇસ્‍કૂલની બાજુમાં નવા અદ્યતન એસી કોમ્‍યુનિટી હોલ બનાવવા માટે ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યુ છે. રૂા.૧૭.૨૦ કરોડના ખર્ચે ર્પાકિંગ પ્‍લસ ચાર માળનું બિલ્‍ડિંગ તૈયાર કરવામાં આવશે.

આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્‍યા પ્રમાણે વોર્ડ નં.૧૪માં વસવાટ કરતા લોકોની પ્રસંગોની જરૂરિયાતો સામે હાલમાં ઉપસ્‍થિત લગ્નહોલ કાયમી હાઉસફૂલ રહેતા હોવાથી આ વિસ્‍તારમાં વધુ કોમ્‍યુનિટી હોલની માંગ ઉઠવા પામી છે. જેના લીધે હાલના શાસકોએ આવનારી ચૂંટણીને ધ્‍યાનમાં રાખી લોકોની સુવિધાઓ પુરી કરવા માટે કોમ્‍યુનિટી હોલ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેના માટે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ શેઠ હાઇસ્‍કૂલની બાજુમાં કોમ્‍યુનિટી હોલ બનાવા માટે ડિઝાઇન સહિતની કામગીરી પૂર્ણ કરી રૂા.૧૭.૨૦ કરોડનુ એસ્‍ટીમેન્‍ટ તૈયાર કરવામાં આવ્‍યુ છે અને આજરોજ ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરાયુ છે.

વોર્ડ નં.૧૪માં ૮૦ ફૂટ રોડ પર રૂા.૧૭.૨૦ કરોડના ખર્ચે કોમ્‍યુનિટી હોલ બનાવવાનુ ટેન્‍ડર પ્રસિધ્‍ધ થયુ છે. ત્‍યારે બીડ કમ્‍પલીટ થયા બાદ સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત રજૂ કરવામાં આવશે. જેને મંજૂરી મળ્‍યે વર્ક ઓર્ડર આપી વોર્ડ નં.૧૪ના નવા કોમ્‍યુનિટી હોલનું કામ શરૂ કરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે શેઠ હાઇસ્‍કુલની અડધો કી.મી. દુર એટલે પારડી રોડ પર તંત્ર દ્વારા કોમ્‍યુનીટી હોલ બનાવ્‍યો છે. ત્‍યારે આટલો નજીક બીજો હોલ બનાવવામાં આવતા અનેક તર્ક વિતર્કો થઇ રહયા છે.

(3:59 PM IST)