તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
રાજકોટ જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું જેતપુરમાં શાનદાર રિહર્સલઃ શાનદાર પરેડ-માર્ચપાસ્ટ
ડીડીઓ અનંદ્ર સુરેશ ગોવિંદ-પ્રોબેશનરી IPS પ્રખર કુમારની ઉપસ્થિતિ

રાજકોટ તા. ર૪ :.. આગામી ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરની મામલતદાર કચેરીના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે થનારી છે, જેનું રિહર્સલ આજે યોજાયું હતું.
ધ્વજવંદન અને બેન્ડ પ્લાટુનના રાષ્ટ્રગાન સાથે રિહર્સલનો પ્રારંભ થયો હતો. પ્રોબેશનરી આઇ.પી.એસ. ઓફિસર શ્રી પ્રખર કુમારની આગેવાનીમાં અધિકારીઓના પરેડ નિરીક્ષણ બાદ પોલીસ, હોમગાર્ડ્સ તથા એસ.પી.સી.ની પ્લાટૂન અને અશ્વદળ દ્વારા માર્ચ પાસ્ટ યોજાયા હતા. ડોગ સ્કવોડના શ્વાન હેરી અને માઈટીએ હેરતઅંગેજ અને દિલધડક કરતૂતો સાથે અનોખી મુદ્રામાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ તકે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર યોગ તેમજ સાંસ્કળતિક કળતિઓ રજૂ કરી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભક્તિસભર માહોલમાં યોજાય તે માટે વિવિધ વિભાગો-ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.
નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારના દિશાદર્શનમાં યોજાયેલા આ રિહર્સલમાં પ્રાંત અધિકારી રાહુલ ગમારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંક ગલચર, જિલ્લા પુરવઠા અધિકારી આશિષ ઝાપડા, જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરા, ડી.વાય.એસ.પી. કિશોર ડોડીયા તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટની પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રી જીતુભાઈ વાઘાણી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે.










