તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 24th January 2026
રાજ્ય અને કેન્દ્ર સરકારની અણ આવડતને પગલે સીંગતેલના ભાવમાં આગ ઝરતી તેજી
દિવાળી પછી ડબ્બો ૪૨૦નો : વધારો એક મહિનામાં ૨૫૦ નો વધારો પ્રજા મોંઘવારીથી ત્રસ્ત, શાસકો તાઇફા અને ચૂંટણીમાં વ્યસ્ત

રાજકોટ : લોકસંસદ વિચાર મંચના મહિલા આગેવાનો, જીલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના પ્રમુખ હેમાબેન કક્કડ, મહામંત્રી સરલાબેન પાટડીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી, પારુલબેન સિધ્ધપુરા, જશુભા વાંક, કૈલાશબેન વાઘેલા, પદ્માબા ચૌહાણ, પ્રકુલાબેન ચૌહાણની સંયુક્ત યાદી જણાવે છે કે સીંગતેલમાં આગ ઝરતી તેજીના પગલે ગળહિણીઓ દાઝી રહી છે. દિવાળી બાદ ડબ્બામાં રૂ. ૪૨૦ અને એક મહિનામાં રૂ. ૨૫૦ નો તોતિંગ ભાવ વધારાથી ગળહિણીઓના રસોડાના બજેટ પર અસર પડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અણ આવડતને પગલે સીંગતેલનો સતત ભાવ વધારો થઈ રહ્યો છે. તેલિયા રાજાઓ સાથેની સરકારની સાંઠ ગાંઠ ખુલી પડી ગઈ છે. રાજ્યના પુરવઠા મંત્રી પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામું આપવું જોઈએ. સમગ્ર ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. અને આ વખતે સારા વરસાદના પગલે મગફળીનો પાક મબલક થયો છે. ત્યારે સીંગતેલના ભાવે ઘટવા જોઈએ પરંતુ ‘અચ્છે દિન'ના સપના બતાવનાર શાસકો તેલના આસમાને વધતા જતા ભાવો ડામવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયા છે. પ્રજાએ ખોબલેને ખોબલે મતો આપ્યા છે. લોકોન ‘અચ્છે દિન'ના સપનાઓ ચકનાચૂર થયા છે.‘અચ્છે દિન'નું ટેટુ છેતરામણું સાબિત થયું છે.
વિકાસના બણગાં ફુકનારા શાસકો મોંઘવારી ડામવામાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયા છે. (જિલ્લા નારી સુરક્ષા સમિતિ,રાજકોટમો-૯૮૨૪૮ ૭૯૮૨૦)
(2:32 PM IST)










