તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Saturday, 24th January 2026
રાજકોટમા પ્લાસ્ટિક સર્જરી ઓપરેશનના સર્જન ડૉ. હિતેશ ધ્રુવ દ્વારા જન્મજાત ખામીવાળા બાળકો માટે સ્મિત આપવાનું નિઃશુલ્ક ઓપરેશન સેવાકાર્ય
આ સેવાકીય પહેલનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સામાન્ય જીવન અને નવું સ્મિત આપવાનો,ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક, એનેસ્થેશિયા અને જરૂરી દવાઓનો કોઈ ખર્ચ નહીં થાય, ?દર્દીને હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા વિનામુલ્યે માત્ર ૧ દિવસ રોકાવું પડશે


રાજકોટ, તા.૨૪: બાળકના ચહેરા પરનું સ્મિત તેના માતા-પિતા માટે દુનિયાનું સૌથી મોટું સુખ હોય છે, પરંતુ અનેક બાળકો જન્મજાત હોઠ કે તાળવાની ફાટ (Cleft Lip and Palate) જેવી ખામી સાથે જન્મે છે, જેના કારણે તેઓ ઈચ્છવા છતાં સ્મિત કરી શકતા નથી. આવી જ ખામી ધરાવતા જરૂરિયાતમંદ બાળકો માટે રાજકોટમાં એક પ્રશંસનીય સેવાયજ્ઞ ચાલી રહ્યો છે.
પ્લાસ્ટિક સર્જરી ઓપરેશનના સર્જન ડૉ. હિતેશ પી. ધ્રુવ દ્વારા જન્મજાત કપાયેલા હોઠ અને કપાયેલા તાળવાની ખામી દૂર કરવા માટે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. આ સેવાકીય પહેલનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને સામાન્ય જીવન અને નવું સ્મિત આપવાનો છે. ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક. એનેસ્થેશિયા અને જરૂરી દવાઓનો કોઈ ખર્ચ નહીં થાય. દર્દીને હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા વિના મૂલ્ય મળી રહેશે. માત્ર ૧ દિવસનું રોકાણ જરૂરી છે. તજજ્ઞોની ટીમ આ સેવાકાર્યમાં જોડાયેલી છે જાણીતા નિષ્ણાતો પોતાની સેવા આપી રહ્યા છે.
જેમા મુખ્ય સર્જન ડૉ. હિતેશ પી. ધ્રુવ (પ્.ઘ્ત્ર્. - પ્લાસ્ટિક સર્જન) સહયોગી ટીમ ડૉ. આસિત વૈષ્ણવ (M.D. - એનેસ્થેટિસ્ટ) અને ડૉ. વર્ષા ધ્રુવ (M.D., D.G.O. - ગાયનેકોલોજિસ્ટ) છે.
જો તમારી આસપાસ કોઈ આવું બાળક હોય જેને આ ઓપરેશનની જરૂર હોય તો જીમખાના મેઈન રોડ, જાગનાથ-૧ની બાજુમાં, રાજકોટમા ફોન નંબરઃ (૦૨૮૧) ૨૪૬૭૯૯૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
આ એક સામાજિક સેવાનો સંદેશ છે. જો કોઈ ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારનું બાળક આ તકલીફથી પીડાતું હોય તો તેના સુધી આ માહિતી પહોંચાડીને તમે બાળકની જિંદગી બદલી શકો છો. (જયેશ ભટ્ટાસણા, ટંકારા)
(3:40 PM IST)










