News of Saturday, 24th January 2026
શાપર-વેરાવળનો અક્ષય મહેતા ચોરાઉ બુલેટ અને બાઇક સાથે પકડાયો
ક્રાઇમબ્રાંચના હેડકોન્સ. હરસુખભાઇ, કૃષ્ણદેવ સિંહ,કિશનભાઇ અને મહાવિરસિંહની બાતમી

રાજકોટ, શહેરના અલગ-અલગ વિસ્તારમાં વાહનચોરી કરનારા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ની સૂચનાથી ક્રાઇમબ્રાંચના પીએસઆઇ એ.એન.પરમાર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે વાહનચોરી કરનારો શખ્સ રાજકોટમાં હોવાની હેડકોન્સ હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, અને કોન્સ મહાવિરસિંહ જાડેજાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી શાપર-વેરાવળ, એસ.આઇ.ડી. સી. રોડ પર શાંતીધામ પ્રાથમિક શાળા પાસે રહેતો. અક્ષય સનમુખભાઇ મહેતા (ઉ.વ.૧૯)ને ચોરાઉ બુલેટ અને બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એન.પરમાર, એસ.વી.ચુડાસમા, એ.એસ. આઇ. વિજયભાઇ સોઢા, હેડકોન્સ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, કરણભાઇ કોઠીવાળ, અજીજભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
(3:18 PM IST)










