<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રસ્તાવિત બેડમિંટન કોર્ટના ભવનનું ભૂમિપૂજન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પોલીસ અધિકારીઓને હસ્તે કરાયુ

પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,મહેન્દ્ર બગડીયા, હેતલ પટેલ, રાકેશ દેસાઈ અને જગદીશ બાંગરવા સહિતનાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ

રાજકોટ તા.૨૫

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા દ્વારા

રાજ્યસભા 2024–25 ની ગ્રાન્ટમાંથી ₹30,00,000 (ત્રીસ લાખ)ના સહયોગથી રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રસ્તાવિત બેડમિંટન કોર્ટના ભવનનું ભૂમિપૂજન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને પોલીસ અધિકારીઓને હસ્તે કરવામાં આવ્યુ હતું.

 

પોલીસ કર્મચારીઓના આરોગ્ય, તંદુરસ્તી અને રમતગમતને તથા જાહેર જનતાને પ્રોત્સાહન આપતા આ મહત્વપૂર્ણ કાર્યના પ્રસંગે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા સહિત અધિકારીઓ મહેન્દ્ર બગડીયા, હેતલ પટેલ, રાકેશ દેસાઈ અને જગદીશ બાંગરવાની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી.

(4:59 PM IST)