<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

બાર એસો.ના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્‍યાસના ધર્મપત્‍ની અને એડવોકેટ પ્રતિકભાઇ તથા અંકિતાબેનના માતુશ્રીનું અવસાન

સવારે ૧૦ વાગે સંજયભાઇના નિવાસસ્‍થાનેથી સ્‍મશાન યાત્રા નીકળી : વકીલો-સીંધી સમાજના આગેવાનો જોડાયાઃ રામનાથ પરા ખાતે અંતિમવિધિ

રાજકોટ, તા., ર૭:  રાજકોટ બાર એસો.ના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્‍યાસના ધર્મપત્‍ની વિશાખાબેન (ઉ.વ.૬૬)નું લાંબી બિમારી બાદ આજે અવસાન થયું છે. સદગતની સ્‍મશાનયાત્રા આજે સવારે તેમના નિવાસસ્‍થાન ૧૯૧, રેફયુજી કોલોની (સિંધી કોલોની) જુલેલાલ મંદીર પાસેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્‍યામાં બ્રહ્મસમાજ, સિંધી સમાજના આગેવાનો તેમજ રાજકોટ બાર એસો.ના સીનીયર-જુનીયર વકીલો રાજકીય આગેવાનો જોડાયા હતા.

સવારે ૧૦ વાગ્‍યે સંજયભાઇ વ્‍યાસના નિવાસેથી સ્‍મશાનયાત્રા નીકળી હતી અને રામનાથપરા સ્‍મશાન ઘાટ ખાતે સદગત વિશાખાબેનની  અંતિમવિધિ કરવામાં આવી હતી.

આ સ્‍મશાન યાત્રામાં રાજકોટ નાગરીક  બેંકના ડીરેકટર મુરલીભાઇ દવે, સૌરાષ્‍ટ્ર  મજુર સંઘના આગેવાન નરેન્‍દ્રભાઇ દવે, રાજકોટ સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, સી.એમ.દક્ષિણી, ટી.બી.ગોંડલીયા, જી.આર.ઠાકર, જગદીશભાઇ ચોટલીયા, જે.એફ.રાણા, જયેન્‍દ્રગીરી ગોસ્‍વામી, સર્વશ્રી અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, કીરી ટભાઈ પાઠક, મહર્ષિભાઈ પંડ્‍યા, શ્રી ઘનશ્‍યામભાઈ ઠાકર, હિંમતભાઈ સાયાણી રાજેશભાઈ મહેતા, અશ્વિનભાઈ પોપટ , ભાજપના શ્રી દેવાંગભાઈ માકડ,  સુનિલભાઈ ટેકવાણી, મનીષભાઈ ખખ્‍ખર, ચંદ્રકાંતભાઈ દક્ષિણ, નિરાલા ભાઈ જોશી, જીગ્નેશભાઈ જોશી, ભુનેશભાઈ સાહી, દિપકભાઈ અંતાણી,  મનનભાઈ ભીમાણી, જગદીશભાઈ ચોટલીયા, સોનુ ભાઈ આસુદાણી, પીસી વ્‍યાસ,,હરેશભાઈ ટેકવાની, બંટી ભાઈ ત્રિપલાની, ભગાભાઈ, રશ્‍મિકાંતભાઈ પંડ્‍યા, જયેન્‍દ્રસિંહ રાણા, કાકુભાઈ શંકરભાઈ દુદાણી, નીતિનભાઈ અમળતિયા (પાટીલ) તેજસભાઈ શાહ,  નરેન્‍દ્ર ભાઈ, વિજયભાઈ ચંદનાણી, દેવીદાસભાઈ બેલાણી, તુલસીભાઈ બેલાણી, જીગરભાઈ સંઘવી શ્રી જયદેવભાઈ શુક્‍લ, કપિલ ભાઈ શુક્‍લ ગુંજારીયા જીતેશ, મધુસુદનભાઈ ભટ્ટ, દિનેશભાઈ પટેલ, જીતેન્‍દ્રભાઈ ગોસ્‍વામી જગદીશભાઈ રાવલ, પ્રિયાંકભાઈ ભટ્ટ, રશ્‍મિકાંતભાઈ પંડ્‍યા, ગૌરાંગભાઈ માકડ, મનીષભાઈ દવે, મૌલિકભાઈ જોશી, જયેશભાઈ સંઘાણી, રાજુભાઈ દવે જસ્‍મીનભાઇ દવે, જીગ્નેશભાઈ દવે, અજય ભાઈ જોશી વિગેરે એડવોકેટો,  રેલ્‍વે અધિકારી શ્રી જગ્‍ગા, તેમજ સિંધી સમાજ અને બ્રહ્મ સમાજના આગેવાનો જોડાયા હતા. સદગતનું બેસણું ગુરૂવારે તેમના નિવાસસથાને રાખવામાં આવ્‍યાનું જાણવા મળે છે.

 સદગત વિશાખાબેનને ફેફસાને લગતી બિમારી હતી અને તેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્‍પીટલમાં સારવાર લઇ રહયા હતા. તેઓ એડવોકેટ સંજયભાઇ વ્‍યાસના પત્‍ની તેમજ એડવોકેટ પ્રતિકભાઇ વ્‍યાસ અને અંકિતાબેન વ્‍યાસના માતુશ્રી થાય છે.

(3:06 PM IST)