તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Tuesday, 27th January 2026
દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ૧પમીએ ‘‘શિવ શોભાયાત્રા''
સ્વયંભુ રામનાથ મંદિરેથી પ્રસ્થાન : ઉજજૈનના કલાકારોનું તાંડવ નૃત્ય આકર્ષણ જમાવશે : યાત્રાના રૂટ પર રૂદ્રાક્ષના પારાની પ્રસાદીનું વિતરણ : સાંજે ફરાળી પ્રસાદની પણ વ્યવસ્થા

રાજકોટ, તા. ર૭ : દશનામ ગૌસ્વામી સમાજ, રાજકોટ ટ્રસ્ટ દ્વાર આ વખતે સતત ૧૩માં વર્ષે મહાશિવરાત્રી નિમિતે તા. ૧પ ફેબ્રુઆરીના શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવ શોભાયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વખતે મુખ્ય રથ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિનો બનાવાશે. અંદાજીત દોઢેક લાખના ખર્ચે બનેલ મુખ્ય રથ આકર્ષણ જમાવશે. તેમજ ૧ર જયોતિર્લીંગના દર્શનીય ફલોટ પણ હશે.
રથયાત્રામાં ઉજજૈનના કલાકારો દ્વારા શિવ તાંડવ રજૂ થશે. રૂટ પર ભાવિકોને અભિષેક કરેલ રૂદ્રાક્ષના પારાનું વિતરણ કરાશે.
તા. ૧પ ના બપોરે ર વાગ્યે આ રથ યાત્રા શ્રી સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન પામશે અને નિયત રૂટ ઉપર ફરી સાંજે કુવાડવા રોડ થઇ ૮૦ ફૂટ રોડ ઉપર સમાપન પામશે, ત્યાં ફરાળી પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
તાજેતર મળેલી બેઠકમાં સર્વસમિતિથી રથયાત્રા સમિતિની રચના કરવામાં આવતા પ્રમુખ તરીકે મૌલીકગીરી ભગવાનગીરી, ઉપ પ્રમુખ તરીકે મિલનગીરી ભરતગીરી, રશ્મિનગીરી નારણગીરી, લખનગીરી પ્રભાતગીરી, આકાશગીરી દિનેશગીરી, કિરીટગીરી માધવગીરી, મહામંત્રી તરીકે હિતેશપુરી પ્રવિણપુરી, મંત્રી તરીકે અશ્વિનગીરી જેન્તીગીરી, સંગઠન મંત્રી તરીકે ધર્મેશગીરી બાબુગીરી, ખજાનચી તરીકે કનકપુરી જયસુખપુરી અને નરેન્દ્રગીરી પરસોત્તમગીરી, સહમંત્રી તરીકે, પરેશગીરી દિનેશગીરી, કારોબાી સભ્યમાં અંશગીરી સુરેશગીરી, દર્ષિતગીરી અતુલગીરી, જીજ્ઞેશભારથી ભીખુભારથીની નિમણૂંક કરાઇ હતી.
તસ્વીરમાં ‘અકીલા' ખાતે વિગતો વર્ણવતા શિવ શોભાયાત્રા સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:35 PM IST)










