તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી,રાષ્ટ્રધ્વજને સલામીઅર્પણ કરીઃ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ‘‘પ્રજાસત્તાક પર્વ''ની ઉજવણી મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી. શહેરને સ્વચ્છ રાખનાર એવા રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કામદારોને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરવામાં આવેલ. આ અવસરે નયનાબેને શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, આજે આખું ભારત રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું છે ત્યારે રાજકોટના આંગણે તિરંગો લહેરાવતા અત્યંત ગર્વની લાગણી અનુભવું છું. ભારતને આઝાદી તો ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ મળી ગઈ હતી, પરંતુ દેશને ચલાવવા માટે પોતાના કાયદા અને નિયમોની જરૂર હતી. ડો.બાબાસાહેબ આંબેડકરના નેતળત્વ હેઠળ બનેલા બંધારણે આપણને સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના અધિકારો આપ્યા.તે આપણને માત્ર હકો જ નથી આપતું, પણ એક સમાન નાગરિક તરીકે ગરિમા પણ આપે છે.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે, આ દેશની ખરી સત્તા જનતાના હાથમાં છે. આ દિવસે દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી પરેડ આપણા દેશની લશ્કરી શક્તિ અને સાંસ્કળતિક વિવિધતાની ઝાંખી કરાવે છે. આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તે જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેકને સમાનતાનો અધિકાર આપે છે. આપણું બંધારણ સામાન્ય માણસને પણ પોતાના નેતા પસંદ કરવાની એટલે કે મતદાનની શક્તિ આપે છે. આપણું બંધારણ લોકશાહીના ચાર સ્તંભો - ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયાને મજબૂતી આપે છે. આજના દિવસે આપણે એ મહાન ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદી અપાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે. પૂજ્ય બાપુ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ અને ડો.બાબાસાહેબ આંબેડકરના માર્ગદર્શન હેઠળ આપણને મળેલી આ લોકશાહી અને બંધારણએ આપણી સૌથી મોટી તાકાત છે. ચાલુ વર્ષ એ આપણા રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ'' ના ૧૫૦ વર્ષ નિમિત્તે વિશેષ છે. ભારત આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં ‘‘વિકસિત ભારત @ ૨૦૪૭'' ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભરતાના આ મંત્રને આપણે સાકાર કરવાનો છે. આ અવસરે હું શહેરની સ્વચ્છતા અને સુંદરતાની બાબત પર પણ વિશેષ ભાર મુકવા ઈચ્છું છુ. પૂ. મહાત્મા ગાંધીજીના સંદેશને સાર્થક કરવા માટે તેમજ આપણું શહેર સ્વચ્છ શહેર બને તે માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રયાસને સફળ બનાવવા સૌ નગરજનો પણ દેશના પોતાનું નાગરિક તરીકેનું કર્તવ્ય નિભાવી, સાથ સહકાર આપે તે ખુબ જ આવશ્યક છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનો સર્વાંગી વિકાસ થાય અને રાજકોટ શહેર ખરા અર્થમાં સ્માર્ટ સિટી બને તે દિશામાં અવિરત આગળ ધપી રહી છે અને તેમાં ‘‘સૌનો સાથ સહકાર''મળી રહેશે તેવી મને અપેક્ષા છે. પ્રજાસતાક પર્વ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર શ્રી વિજયભાઈ વિનોદભાઈ રાઠોડ, શ્રી સુધાબેન અતુલભાઈ વાઘેલા, શ્રી ભવાનભાઈ ખીમજીભાઈ સોલંકી, શ્રી વાલીબેન ભલાભાઈ રાઠોડ, શ્રી ગીતાબેન ગોવિંદભાઈ પુરબીયા, શ્રી દેવજીભાઈ ભીખાભાઈ પરમાર, શ્રી આકાશભાઈ કાનજીભાઈ સોલંકી, શ્રી તુલશીભાઈ ગોવિંદભાઈ સોલંકીનું મેયર સહિતના ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
આ સમારોહમાં ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સીધ્ધપુરા, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટરશ્રીઓ શ્રી ચેતનભાઈ સુરેજા, શ્રી હિરેનભાઈ ખીમાણીયા, શ્રી નીરૂભા વાઘેલા, શ્રી નીતિનભાઈ રામાણી, શ્રી દિલીપભાઈ લુણાગરીયા, શ્રી અશ્વિનભાઈ પાંભર, શ્રી બીપીનભાઈ બેરા, શ્રી મગનભાઈ સોરઠીયા, શ્રી રણજીતભાઈ સાગઠીયા, શ્રી પરેશભાઈ પીપળીયા, શ્રી અલ્પેશભાઈ મોરજરીયા, શ્રી જીતુભાઈ કાટોડીયા, શ્રી કંકુબેન ઉધરેજા, શ્રી ડો. દર્શનાબેન પંડ્યા, શ્રી જયાબેન ડાંગર, શ્રી સોનલબેન સેલારા, શ્રી દક્ષાબેન વાઘેલા, શ્રી ભારતીબેન પરસાણા, શ્રી દક્ષાબેન વસાણી, શ્રી મિતલબેન લાઠીયા, શ્રી જ્યોત્સનાબેન ટીલાળા, શ્રી કુસુમબેન ટેકવાણી, શ્રી વર્ષાબેન પાંધી, શ્રી મંજુબેન કુગશીયા, શ્રી અલ્પાબેન દવે તથા અન્ય કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક, મ્યુનિસિપલ સેક્રેટરી ધવલ જેસડીયા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.
(2:50 PM IST)










