તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
ફૂડ શાખા દ્વારા ખાદ્યતેલના ૩ તથા ચના જોર ગરમનો ૧ નમૂનો લેવાયો
શહેરના રૈયા ટેલીફોન એકસચેજથી ગોપાલ ચોક સુધીના ૧૪ ખાણીપીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટીસ : મનપાની કાર્યવાહી

રાજકોટ,તા. ર૭: મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રૈયા ટેલિફોન એક્સચેંજ થી ગોપાલ ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. તેમજ ખાદ્યતેલ સહિત કુલ ૪ નમૂના લેવામાં આવ્?યા હતા.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં બાલાજી ડેરી, હર્ષ અમૂલ પાર્લર, શ્રીજી બાપા અમૂલ પાર્લર- (૦૪)યશ એન્ટરપ્રાઇઝ- માં મોમાઈ નાસ્તા હાઉસ- જલારામ ખમણ હાઉસ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, મહાવીર પ્રોવિઝન સ્ટોર, ફેમસ કચ્છી દાબેલી, ગિરિરાજ પ્રોવિઝન સ્ટોર, નીલકંઠ ડેરી ફાર્મ,જનતા પ્રોવિઝન સ્ટોર, શ્રીજી મેડિકલ, બાલાજી દાળપકવાન તથા જય સરદાર ગાંઠિયાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ખાદ્યતેલ-ચનાજોર
ગરમના નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં તિલક ગ્રાઉન્ડનટ ઓઇલ (ફ્રીમ પ લી. પેકડ) ઉમિયા એજન્સી, ગુંદાવાડી મેઇન રોડ છેડે, ગુંદાવાડી-૨૦, અલ્ફા ટ્રીયલ ફિર્લ્ટડ ગ્રાઉન્ડનટ ઓઇલ (ફોમ ૧પ કેજી) પેકડ) ભાવિક ટ્રેડિંગ, કોઠારીયા રોડ, જૂનું હૂડકો ક્વાટર નં.૦૭, પોલીસ ચોકીની બાજુમાં, રીયુયાદવ ગળહ ઉદ્યોગ, ચુનારાવાડ શેરી નં.૧, ટી.સી. વાળી શેરી, આજી નદી કાંઠે, રાજકોટ
રીયુર્ઝડ પામોલીન ઓઇલ (લુઝ) તથા મસાલા ચના જોર ગરમ (નમકીન-લુઝ): યાદવ ગળહ ઉદ્યોગ, ચુનારાવાડ શેરી નં.૧, ટી.સી. વાળી શેરી, આજી નદી કાંઠે ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.
(3:29 PM IST)










