<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જય વેલનાથ ધામના આંગણે છઠ્ઠા વાર્ષિક પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી

ગુરુવારે મહાયજ્ઞ, ધ્‍વજારોહણ અને રાસોત્‍સવનું આયોજનઃ રાત્રે નામાંકિત કલાકારોના સથવારે ભવ્‍ય લોકડાયરો યોજાશે

રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા હરિપર (પાળ) ગામે જય વેલનાથ માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા આગામી તારીખ ૨૯મી જાન્‍યુઆરી ગુરુવારના રોજ ષષ્ઠમ વાર્ષિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે મહાયજ્ઞ, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં રાજ્‍યના મંત્રીશ્રીઓ અને સંતો-મહંતો વિશેષ હાજરી આપશે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ લોધીકા તાલુકાના હરિપર (પાળ) ગામે, જય વેલનાથ માનવ સેવા ટ્રસ્‍ટ અને સમસ્‍ત ગ્રામજનો દ્વારા ‘જય વેલનાથ ધામ'ના આંગણે છઠ્ઠા વાર્ષિક મહોત્‍સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે. કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શ્રી વેલનાથ બાપુની અસીમ કૃપાથી આયોજિત આ મહોત્‍સવ આગામી તારીખ ૨૯ ને ગુરુવાર (મહા સુદ એકાદશી)ના રોજ યોજાશે.

મહોત્‍સવના દિવસની શરૂઆત સવારે ૭ કલાકે યજ્ઞ પ્રારંભ સાથે થશે. ત્‍યારબાદ સવારે ૭-૩૦ કલાકે ધ્‍વજારોહણ કરવામાં આવશે. બપોરે ૧ કલાકે બીડું હોમવાનો કાર્યક્રમ રહેશે. સાંજના સમયે ૪ કલાકે સંતોના સામૈયા તથા મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવશે, અને સાંજે ૪-૩૦ કલાકે પુનઃ ધ્‍વજારોહણ તથા રાસોત્‍સવનું આયોજન છે. સાંજે ૬ કલાકે ભાવિકો માટે સ્‍નેહ ભોજન પ્રસાદ (મહાપ્રસાદ) ની વ્‍યવસ્‍થા રાખવામાં આવી છે.

ભવ્‍ય લોકડાયરો અને સંતવાણીઃ રાત્રે ૮-૩૦ કલાકે ભવ્‍ય સંતવાણી (લોકડાયરો)નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક પૂજ્‍ય કાલીદાસ બારોટ, સંતવાણી આરાધક શ્રી ભરત વાઘેલા અને લોક સાહિત્‍યકાર શ્રી જયુભા સિંધવ પોતાના કંઠે ભજન અને સાહિત્‍યની રમઝટ બોલાવશે. કાર્યક્રમમાં સાઉન્‍ડની વ્‍યવસ્‍થા જે.કે. સાઉન્‍ડ (ખોખરી) દ્વારા સંભાળવામાં આવશે. અતિથિ વિશેષ અને સંતોની ઉપસ્‍થિતિઃ આ પાવન પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા, ધારાસભ્‍યો તેમજ વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત, મહંત શ્રી યોગી સીપરાનાથજી બાપુ, મહંત શ્રી રૂપગીરી બાપુ, મહંત શ્રી વશિષ્ઠનાથજી બાપુ સહિત અનેક સાધુ-સંતો આશીર્વચન પાઠવવા પધારશે.

આયોજનને સફળ બનાવવા માટે જય વેલનાથ માનવ સેવા ટ્રસ્‍ટ, જય વેલનાથ યુવા ગ્રુપ, જય નકલંક ધામ સેવકગણ તથા સમસ્‍ત હરિપર (પાળ) ગામ જહેમત ઉઠાવી રહ્યું છે. મહંત શ્રી વાઘજી ભગત અને ગુરુશ્રી રૂપગીરી બાપુ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ પાવન પ્રસંગના અન્‍ય મુખ્‍ય અતિથીશ્રીઓઃ શ્રી ધર્મેશભાઈ જંજવાડીયા (પ્રમુખ - ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) શ્રી દેવભાઈ કોરડીયા (અધ્‍યક્ષ - જય વેલનાથ યુવા મંચ ગુજરાત), શ્રી દેવાંગભાઈ કુકાવા (સ્‍થાપક - ઠાકોર સેના) , શ્રી દિનેશભાઈ પી. મકવાણા (કન્‍વીનર - ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ) , શ્રી વિરજીભાઈ કે. સનુરા (પ્રણેતા - ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ, શ્રી નયનાબેન બી. બાળોન્‍દ્રા (રાજકોટ જિલ્‍લા પંચાયત સદસ્‍ય), શ્રી ભરતભાઈ ડાભી (કારોબારી ચેરમેન - તા. પંચાયત), શ્રી અલ્‍પેશભાઈ સાધરીયા (પ્રભારી સૌરાષ્ટ્ર - અ.ભ.કો.સ.), શ્રી બાબુભાઈ ઉધરેજા (કોર્પોરેટર વોર્ડ નં. ૩ - રાજકોટ), શ્રી દિપકભાઈ બાબરીયા (ગોવિંદ રાઘવ ગ્રુપ - માધાપર), ડો. પ્રકાશભાઈ કોરડીયા (એડવોકેટ - સુરેન્‍દ્રનગર) ,  શ્રી નટુભાઈ કુંવરીયા (ઉપપ્રમુખ - ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ), શ્રી હિરેનભાઈ ડાભી (શ્રી માંધાતા ગ્રુપ - ગુજરાત, ગોંડલ), શ્રી પ્રવિણભાઈ માલકીયા (પ્રમુખ - લોધીકા તાલુકા બક્ષીપંચ મોરચા), શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા (ડેપ્‍યુટી મેયર - રાજકોટ મહાનગર),  શ્રી મુનાભાઈ વિરડા (સરપંચ - હરિપર, પાળ), શ્રી મેણંદભાઈ ખીમાણીયા (આહિર સમાજ અગ્રણી), શ્રી રાજાભાઈ ચાવડા (ચેરમેન - આરોગ્‍ય સમિતિ, જી. પંચાયત)

વિશેષ આમંત્રીત મહેમાનશ્રીઓ.. શ્રી રવિભાઈ શિહોરા (યુવા પ્રમુખ, ગુજરાત ચું. કોળી સમાજ), ડો. શ્રી જીતેન્‍દ્રભાઈ પરેશા (મેટોડા), શ્રી વિજયભાઈ મેથાણીયા (પૂર્વ પ્રમુખ - વેલનાથ સમિતિ રાજકોટ), શ્રી ભરતભાઈ બાળોન્‍દ્રા (બેડી), શ્રી ભરતભાઈ મકવાણા (રાજકોટ - રૈયા રોડ) , શ્રી અશ્વિનભાઈ (સુરેન્‍દ્રનગર), શ્રી મહિપતભાઈ દાદરેશા (સુરેન્‍દ્રનગર), શ્રી રોહિતભાઈ ચાવડા (સરપંચ - ઈશ્વરીયા ગામ), શ્રી હરેશભાઈ પરસોંડા (ભારત સરકાર નોટરી), શ્રી રણજીતભાઈ મુંજપરા (સુરેન્‍દ્રનગર) , શ્રી દિપકભાઈ બાવરવા (નાકરાવાડી) ,શ્રી હિતેશભાઈ ધોળકીયા (ધમલપર), શ્રી બ્રીજેશ એમ. આહોન્‍દ્‌્‌રા (સંત વેલનાથ સમિતિ રાજકોટ), શ્રી જેન્‍તીભાઈ બોરીચા, શ્રી નેમીષભાઈ દાદુકીયા (શ્રી વેલનાથ ગ્રુપ ગુજરાત), શ્રી રમેશભાઈ પરેશા (સમાજ અગ્રણી રાજકોટ), શ્રી જયરાજભાઈ ઠાકોર (સોરઠ ચુંવાળીયા ઠાકોર સેના), શ્રી અશોકભાઈ જોગડીયા (વડ વાજડી) ,  શ્રી મનસુખભાઈ જોગડીયા (વડ વાજડી), શ્રી ગુલાબભાઈ પરેશા (મેટોડા), શ્રી વિશાલ પરમાર (ચામુંડા ફલાવર્સ), શ્રી કેતનભાઈ ઝંઝવાડીયા (વડ વાજડી), શ્રી અજયભાઈ વાઘાણી (મોરબી જીલ્‍લા કોળી ઠાકોર ગ્રુપ), શ્રી જગદિશભાઈ બાંભણીયા (મોરબી જીલ્‍લા કોળી ઠાકોર ગ્રુપ), શ્રી હિતેશભાઈ રાઠોડ (પડધરી તાલુકા કોળી સમાજ), શ્રી મયુરભાઈ સતરોટીયા (મેટોડા જીઆઇડીસી)  શ્રી અશ્વિનભાઈ માલકીયા (ઈશ્વરીયા), શ્રી લધુભાઈ છગનભાઈ (વિરડા વાજડી), ડો. ધર્મેશભાઈ પરમાર (ન્‍યુ કેર હોસ્‍પિટલ), શ્રી લાલજીભાઈ સીતાપરા (ન્‍યાસ), શ્રી ગાંડુભાઈ સીતાપરા (રાજકોટ), શ્રી યોગેશભાઈ રમેશભાઈ (સંદિપ જનરેટર), શ્રી ઉમેશભાઈ સીતાપરા (રાજકોટ, શ્રી મનસુખભાઈ ગોઠી મકવાણા (નાગવદર), શ્રી વિજયભાઈ કનેજા (કાલાવડ), શ્રી અશ્વિનભાઈ ઝંઝવાડીયા (કાલાવડ), શ્રી મનસુખભાઈ ધામેચા (ઉપપ્રમુખ ગુજરાત ચું. કોળી સમાજ), શ્રી શૈલેષભાઈ માલમ (ઘેડીયા કોળી સમાજ રાજકોટ ટીમ) , શ્રી પ્રદ્યુમનભાઈ પાઠક (રાજકોટ), શ્રી અજયભાઈ સીતાપરા (એડવોકેટ - રાજકોટ), શ્રી થોભણભાઈ સુરેલા (ત્રંબા), શ્રી ધીરુભાઈ મગવાનીયા (રાજકોટ)

 પાવન પ્રસંગના શિરોમણી (સંતો-મહંતો) મહંત શ્રી યોગી સીપરાનાથજી બાપુ (ગુરુશ્રી ભોલેનાથ બાપુ, બાલકનાથ ગૌશાળા - લાપાસરી) મહંત શ્રી રૂપગીરી બાપુ (ગુરુશ્રી કિશનગીરી બાપુ, સેતન ટેકરી ચિતા હરણ મહાદેલ) મહંત શ્રી વશિષ્ઠનાથજી બાપુ (ગુરુશ્રી નવનાથ બાપુ - ભાયાસર) મહંત શ્રી અરવિંદ બાપુ (માં ખોડીયાર મંદિર આતેશ ધામ - મહિકા) નકલંક રણુંજાધામ - અલીયાબાળાઃ સ્‍થાપક મહંત સંતશ્રી નાગજીબાપુ, ગાદીપતિ મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી સાઈનાથ બાપુ (જય વેલનાથધામ ખડખડ) , સંત વેલનાથ ધામ - જુનાગઢ ગીરનાર તળેટી પુજારી તથા સેવકગણ બાબરીયા સુરાપુરા ધામ - ટંકારાઃ સંતેશ્વર આશ્રમઃ મહંતશ્રી મહાવીરદાસ, ગુરુશ્રી સંત સેવકદાસ મહારાજ (હરીપર પાળ) જયશ્રી વીર કલ્‍પી દાદા, પૃથ્‍વીસિંહ બાપુ - ખેરવા, જય નકલંક ધામ હરિપર (પાળ): પુજારી તથા સેવક ગણ, સંત વેલનાથ ધુણો, આજી ડેમ ચોકડી, રાજકોટ , મહંત શ્રી સુખદેવદાસ બાપુ, ગુરુશ્રી છગનભુજદાસ બાપુ (દાણીધાર) તરણેતર શ્રી માંધાતા મંદીરઃ ચુંવાળીયા ઠાકોર સમાજની જગ્‍યા (મહંત તથા સેવકગણ) મહંતશ્રી સુંદરનાથ બાપુઃ ગુરુશ્રી કમલનાથ બાપુ (સંત વેલનાથ જન્‍મભુમિ પ્રાંસવા) ર્ં જય વેલનાથ મંદિરઃ મોરબી રોડ, વેલનાથ પરા, રાજકોટ મહંત શ્રી વાલજી ભગત, શ્રી ઠાકોરજી મંદિર (કાળાસરની જગ્‍યા) , મહંત શ્રી પરી બાપુ, રોકડીયા હનુમાનજી પરા પીપળીયા, ભગતશ્રી મનુભાઈ વેણોજાઃ શ્રી વેલનાથ મંદિર જંગલેશ્વર, સંત વેલનાથ મઢીઃ નવો રીંગ રોડ, ન્‍યુ રેષકોર્ષ, સ્‍માર્ટ સીટી

 સેવા આપનાર સ્‍વયં સેવક સંસ્‍થાઓઃ સંતશ્રી વેલનાથ ગ્રુપ (લક્ષ્મી ઇટાળા), જય વેલનાથ યુવા ગ્રુપ (ઈશ્વરીયા) , જય નકલંક ધામ હરીપર (પાળ) સેવકગણમાં ચામુંડા સત્‍કર્મ ગ્રુપ (અરજંટ જી. બાવળીયા તથા સર્વે) જય મેલડી ગ્રુપ (પડધરી),  સમસ્‍ત ચુંવાળીયા કોળી ઠાકોર મહામંડળ  સાઉન્‍ડઃ જે.કે. સાઉન્‍ડ (મુ. ખોખરી-રાજકોટ) સંચાલકઃ વિજય જી. સુરાણી, શૈલેષ જી. સુરાણી મોબાઈલ નં: ૭૫૬૭૬ ૭૬૫૫૮

(2:58 PM IST)