<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ધ્‍વજવંદન - ભારત માતાનું પૂજન

રાજકોટ : ૭૭માં પ્રજાસત્તાક પર્વ અવસરે રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની રાજકોટ અને બહારગામની તમામ શાખાઓમાં ધ્‍વજ વંદન અને ભારત માતા પૂજન યોજાયું હતું. રાજકોટ ખાતે હેડ ઓફિસે યોજાયેલ ધ્‍વજ વંદનમાં અતિથિ વિશેષ તરીકે ડો. સંજીવભાઇ ઓઝા (વિભાગ સંચાલકજી રાજકોટ - રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ) અને રમેશભાઇ ખીચડીઆ (એમ.ડી. કેપ્‍ટન પોલીપ્‍લાસ્‍ટ)ઉપસ્‍થિત રહ્યા હતા. બેંક પરિવારમાંથી દિનેશભાઇ પાઠક (ચેરમેન), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ડિરેક્‍ટરગણમાંથી માધવભાઇ દવે, અશોકભાઇ ગાંધી, નવીનભાઇ પટેલ, હસમુખભાઇ ચાંદરાણા, વિક્રમસિંહ પરમાર, ભોૈમિકભાઇ શાહ, એન.જે. મેઘાણી, કીર્તિદાબેન જાદવ, જ્‍યોતિબેન ભટ્ટ, વિનોદ શર્મા, (સીઇઓ-જનરલ મેનેજર), બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સદસ્‍યો દીપકભાઇ મકવાણા, વિજયભાઇ કોઠારી, વિનોદભાઇ લાઠીયા, અને નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કર્મચારીઓ નિકુંજભાઇ નિમવત, મોનાબેન ભાલોડિયા, મેઘાબેન રેવર અને હિરવાબેન પટોળિયાએ રંગોળી બનાવી હતી. આભારદર્શન ભોૈમિકભાઇ શાહે તેમજ સંચાલન યોગેશભાઇ દવેએ કર્યું હતું.

 

(3:14 PM IST)